તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમદાવાદમાં કોરોનાની ત્રીજી વેવ માટે સોલા સિવિલમાં બાળકો માટે 100 બેડ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલ હોસ્પિટલ - Divya Bhaskar
સોલા સિવિલ હોસ્પિટલ
  • 25 વેન્ટિલેટર અને 75 ઓક્સિજન બેડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવીઃ ડો પીના સોની,સોલા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ.

કોરોનાની સંભવિત ત્રીજી વેવનો ખતરો ઉભો થાય તો અમદાવાદની હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યાં છે. હાલ સોલા સિવિલમાં બાળકો માટે 100 બેડ ઉભા કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. બાળકો માટે ખાસ પ્રકારના વેન્ટિલેટરની જરૂર હોવાથી તે માટેની માગણી સરકાર પાસે કરવામાં આવી છે.

વોર્ડ અને બેડની સંખ્યા વધારવાનું શરૂ કરી દીધું
સમગ્ર તૈયારી અંગે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ પીનાબેન સોનીએ દિવ્યભાસ્કરને જણાવ્યુ કે હાલ અમે ઓક્સિજન સાથેના 100 બેડ તૈયાર કરવાની તૈયારી શરુ કરી દીધી છે. જેમાં 25 પીડિયાટ્રિક વેન્ટિલેટર હશે. કોરોનાની ત્રીજી લહેર નાના બાળકો માટે ઘાતક નીવડે તેવી નિષ્ણાતોની ધારણા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ ત્રીજી લહેર સામે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ સરકારી હોસ્પિટલઓ પણ પોતાની રીતે વોર્ડ અને બેડની સંખ્યા વધારવાનું શરૂ કરી દીધું છે.

ઘણા કિસ્સાઓમાં બાળકો સાથે પેરન્ટ્સની જરૂર હોય છે.
ઘણા કિસ્સાઓમાં બાળકો સાથે પેરન્ટ્સની જરૂર હોય છે.

તમામ તૈયારીઓ સરકારના નિર્દેશથી ચાલી રહી છે
એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ બાળકોના વોર્ડમાં બેડ વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 100 બેડ બાળકો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગૌરાંગ પબાની જણાવે છે કે સોલા સિવિલમાં તમામ તૈયારીઓ સરકારના નિર્દેશથી ચાલી રહી છે.

બાળકો માટે કોવિડના 100 બેડ તૈયાર કરાયા
બાળકો માટે કોવિડના 100 બેડ તૈયાર કરાયા છે. જેમાં 15 બેડનું PICU, 10 બેડનું સ્ટેપડાઉન ICU અને 6 બેડ NICU અને 75 કોવિડ બેડ વોર્ડની વ્યવસ્થા વધારવામાં આવશે. હાલ પૂરતી આ તૈયારી છે બીજીલહેર માં દરેક ફેમીલી માં એક મેમ્બર સંક્રમિત થયું તો બાળકો પણ કેટલેક અંશે સંક્રમિત થઈ ચૂક્યા છે. મોટા લોકોનું વેક્સિનેશન ઓલમોસ્ટ 50 ટકા જેટલું પતી ગયું છે. પણ બાળકો હજુ બાકી છે તેઓની વેક્સિન આવતા હજુ 6 થી 8 મહિના થશે.

બાળકો માટે બેડ અને વોર્ડની તૈયારી શરુ કરી દેવામાં આવી
બાળકો માટે બેડ અને વોર્ડની તૈયારી શરુ કરી દેવામાં આવી

ઘણા કિસ્સામાં બાળકોને પેરેન્ટ્સની જરૂર પડતી હોય છે
બેડ વધારવાની જરૂર પડશે તો તે પણ વધારવામાં આવશે. ઘણા કિસ્સામાં બાળકોને પેરેન્ટ્સની જરૂર પડતી હોય છે અને ગાઈડલાઈન પણ 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો સાથે રહી શકે તેવું કહે છે. સોશિયલ ડિસ્ટનસ સાથે નિયમો જાળવી બાળકોને પેરેન્ટર કેરની વ્યવસ્થા કરાશે. મહત્વનું છે કે બાળકો માટે શાળાઓ અને બહાર જવાનું બંધ છે તેવામાં ઘરના વડીલોથી જ બાળકો સંક્રમિત થઈ શકે.જેથી એવા માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...