દેશમાં કોરોના સંક્રમણના નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોનના વધુ ત્રણ કિસ્સા રાજ્યમાં નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં આ નવા ત્રણ કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવના કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. ગઈકાલે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 3 દર્દી સાજા થયાં હતાં.
સુરતના દર્દી UAEથી આવ્યા હતા
ગાંધીનગર અને આણંદમાં મળી આવેલી ઓમિક્રોન પોઝિટિવ દર્દી થોડા દિવસ પહેલા યુકેથી આવ્યા હતા. જે બાદ તમને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તેમના સેમ્પલ જીનોમ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા વિસ્તારની હદમાં મળી આવેલી ઓમિક્રોન પોઝિટિવના દર્દી થોડા દિવસ પહેલા UAEથી આવ્યા હતા.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ
આમ હવે રાજ્યમાં ઓમિક્રોનના જામનગરમાં 3, વડોદરામાં 2, સુરતમાં 2, આણંદમાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 દર્દીમાં કોવિડના નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.