તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપટર્સની પરીક્ષાની તૈયારી:ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી શરુ, શિક્ષણ બોર્ડના સચિવે કહ્યું-ટૂંક સમયમાં રિસિપ્ટ અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિગતો એકઠી કરીને રિસિપ્ટ આપવાની તૈયારીઓ શરૂ

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15મી જુલાઈથી પરીક્ષા શરૂ થઈ રહી છે. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણધિકારી પાસેથી સ્કૂલો અને વર્ગખંડની વિગત પણ મંગાવવામાં આવી છે. તમામ વિગતોના આધારે વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપી દેવામાં આવશે.

બેઠક વ્યવસ્થાને લઈને તૈયારી
માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરીક્ષાની તારીખ જાહેર થઇ છે તે મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણધિકારી કચેરીથી સ્કૂલો અને વર્ગખંડની વિગતો મંગાવવામાં આવી હતી. હાલ વિગતો એકઠી કરીને રિસિપ્ટ માટેની તૈયારી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં રિસિપ્ટ પણ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગે વર્ગખંડ અને સ્કૂલોની વિગતો મંગાવી
જ્યારે મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા અમારી પાસેથી વર્ગખંડ અને સ્કૂલોની વિગત મંગાવવામાં આવી હતી, જે અમે મોકલાવી છે. શિક્ષણ વિભાગ તરફથી જે પ્રમાણે સુચના આવશે તે પ્રમાણે પરીક્ષા માટે આયોજન કરવામાં આવશે.

15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે. જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.

રાજ્યમાં 4.91 લાખ રિપીટર વિદ્યાર્થી
રાજ્યમાં ધોરણ 10માં 3.62 લાખ જ્યારે ધોરણ 12 સાયન્સમાં 32 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થી નોંધાયા છે.

ધો. 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ યોજાશે.