તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:આદિવાસી સ્વપાર્જિત સંપત્તિ વેચી શકે તેવા સુધારાની તૈયારી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિ સલાહકાર પરિષદની CM સાથે બેઠક
  • LRDમાં આદિવાસીની અટકેલી નિમણૂક કરવા માગ

આદિવાસીઓને પરંપરાગતરીતે મળેલી જમીન કે મિલકત્ત વેચી શકે નહીં તેવી 73A/A કલમ લાગેલી છે, આ કલમને કારણે પરંપરાગતને બદલે સ્વપાર્જિતિ જમીન કે મિલકત્ત પણ આદિવાસી વેચી શકતા નથી. આવા સંજોગોમાં આદિવાસીઓને નુકશાન થતું હોવાથી આ કલમમાં છૂટછાટ આપવી જોઇએ તેવી રજૂઆત કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે આદિજાતિ સલાહકાર પરિષદની મળેલી બેઠકમાં કરી હતી.તેમણે એવો દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મુદ્દે સહમત થયા છે. આ બાબતે વન મંત્રી ગણપત વસાવાનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શકયો ન હતો.

બેઠકમાં કોટવાલે રજૂઆત કરી કે, મુખ્ય સેવિકા અને એલઆરડી ભરતીની પ્રમાણપત્રોની ચકાસણીને કારણે અટકી છે,આદિવાસીઓની નિમણૂંક થતી નથી તે થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...