ચૂંટણી:ડિસેમ્બરમાં યોજાનારી 10 હજારથી વધુ ગ્રામપંચાયતની ચૂંટણી માટે તૈયારી શરૂ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરપંચોની બેઠકોના રોટેશન અંગેના આદેશો જાહેર કરાયા

રાજ્યમાં ડિસેમ્બરમાં યોજાનારી 10,312 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. ચૂંટણીની મુખ્ય કામગીરી પ્રાંત અધિકારીઓ હસ્તક હોવાથી આ અધિકારીઓ દ્વારા પોતાના તાલુકામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરપંચોની બેઠકોના રોટેશન અંગેના આદેશો જાહેર કરવાનું શરૂ કરાયું છે. કઇ ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક અનામત, સ્ત્રી અનામત કે સામાન્ય રહેશે તેના જાહેરનામા પ્રસિદ્ધ થઇ રહ્યા છે.

10 ઓક્ટોબર પછી ગ્રામ પંચાયત દીઠ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ પણ કરાશે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. રાજ્યમાં 14 હજાર જેટલી ગ્રામ પંચાયતો છે તેમાંથી મોટાભાગની પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાનાર હોવાથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી કોઇ પણ પક્ષના સિમ્બોલ વિના લડાય છે તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી મહત્વની બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...