સફળ સારવાર:અમદાવાદના ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ગર્ભવતી મહિલા તપાસ કરાવવા પહોંચી, દુખાવો ઉપડતા 108માં જ પ્રસૂતિ કરવામાં આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અચાનક જ દુખાવો ઉડપતા મહિલાને 108માં જ પ્રસૂતિ કરાવવી પડી - Divya Bhaskar
અચાનક જ દુખાવો ઉડપતા મહિલાને 108માં જ પ્રસૂતિ કરાવવી પડી

કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નાની-મોટી બીમારીઓની દવા આપવામાં આવે છે. ગર્ભવતી મહિલા અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ચેકઅપ માટે ગઈ હતી ત્યારે મહિલાને અચાનક જ દુખાવો થતા સ્થળ પર જ 108 દ્વારા મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી.

બાળકનું માથું ગર્ભાશયમાંથી બહાર આવી ગયું હતું
ચાંદલોડીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેખાબેન અનિલભાઈ દંતાણી નામના મહિલા ચેકઅપ માટે આવ્યા હતા. રેખાબેન ગર્ભવતી હતા અને અર્બન હેલ્થ સેન્ટરમાં નિયમિત આવતા હતા. તે રીતે જ ચેકઅપ માટે આવ્યા હતા. ત્યાં અચાનક જ તેમને દુખાવો ઉપડ્યો હતો. 108માં ફરજ બજાવતા જ્યોતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, તેમની ટીમ ચાંદલોડીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જ હોલ્ડ પર રાખવામાં આવે છે. તેવામાં તેમને રેખાબેન અંગે જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને અન્ય મહિલા સાથે મળીને ચેક કરતા હતા તે દરમિયાન બાળકનું માથું માતાના ગર્ભાશયમાંથી બહાર આવી ગયું હતું. જે બાદ તેમને સ્થળ પર જ પ્રસૂતિની વ્યવસ્થા કરીને રેખાબેનની પ્રસૂતિ કરી હતી.

હાલ સોલા સિવિલમાં ખસેડાયા
108ની ટીમે તાત્કલિક સ્થળ પર પહોંચી તેથી સફળ પ્રસૂતિ થઇ શકી અને રેખાબેને બાળકીને જન્મ આપ્યો. પરંતુ 108ની ટીમ સ્થળ પર સમયસર ના પહોંચી હોત તો બાળક અને માતા બંને મુશ્કેલીમાં મૂકાયા હતા. જો કે, હાલ બંનેની હાલત સારી છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 108 દ્વારા હાલ કોરોનાની મહામારીમાં પણ સેવા અપાઈ રહી છે. ત્યારે બીજી તરફ આ પ્રકારના બનાવોમાં પણ 108ની ટીમ ખડેપગે ઉભી રહીને કાર્ય કરે છે.

અન્ય સમાચારો પણ છે...