તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ગણેશ મહોત્સવ પહેલા 1 લાખથી વધુ મૂર્તિઓ માટે પ્રિઓર્ડર મળ્યા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણમાં વધારો નોંધાયો
  • 1થી 2 ફૂટની મૂર્તિઓ માટે 50 ટકાથી વધુનું બુકિંગ નોંધાયું

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં આ વર્ષે મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિઓનું વેચાણ બુકિંગ નોંધાયા છે.

મૂર્તિકાર વિજય નાયકના જણાવ્યા મુજબ, શહેરમાં 1,10,000થી વધુ મૂર્તિઓનું વેચાણ અથવા પ્રિબુકિંગ નોંધાઈ ચૂક્યું છે. સરકાર દ્વારા મોડી મંજૂરી મળતા વધુ મૂર્તિઓ માટે મહારાષ્ટ્ર તથા કોલકાતાથી મૂર્તિકારોને બોલાવવામાં આવ્યા છે. અમારે ત્યાં આ વર્ષે સો ટકા ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું જ વેચાણ થઈ રહ્યું છે. એકથી બે ફૂટની મૂર્તિઓ માટે 50 ટકાથી વધુનું બુકિંગ નોંધાઈ ચૂક્યું છે.

ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર, આ વર્ષે મહોત્સવ માટે 350થી વધુ પંડાલો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરેક પંડાલ દ્વારા અલગ-અલગ સુપર ગણેશજીની ચાર ફૂટ જેટલી મૂર્તિ માટે ઓર્ડર શહેરના વિવિધ મૂર્તિકારોને આપવામાં આવ્યા છે.

દરેક પંડાલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ગણેશ મહોત્સવના ભાગરૂપે આ વર્ષે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિવિધ પંડાલમાં કરાશે. આ વર્ષે સાર્વજનિક રૂપમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરતી સંસ્થાઓએ એસો.માં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. સંસ્થા દરેક પંડાલ માટે પોલીસ વેરિફિકેશન માટે સહાયરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...