આત્મનિર્ભર:ઉદ્યોગ સાહસિકતાને તક આપતો ‘પ્રી માસ્ટર બ્રિજ ’ કોર્સ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણપત યુનિવર્સિટીએ શરૂ કર્યો નવો કોર્સ

ગુરુવારથી 100 સ્ટુડન્ટની બેચ સાથે ઓનલાઈને કોર્સ શરૂ થશે, ફ્રીમાં ભણાવવામાં આવશેઆત્મનિર્ભર ભારતના નિર્માણમાં ઉદ્યોગસાહસિકતાને નવી તક મળે તે હેતુથી ગણપત યુનિવર્સિટી દ્વારા દ્વારા શોર્ટ કોર્સ શરૂ કરાયો છો. TIE (ધ ઈન્ડસ આંત્રપ્રિન્યોર્સ)ના સહયોગથી શરૂ થનાર આ કોર્સનું નામ પ્રી માસ્ટર બ્રિજ કોર્સ છે. જે આ ગુરુવારથી જ ઓનલાઈન શરૂ કરવામાં આવશે. બિઝનેસ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓને નવી તક મળી રહે અને વધારે વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે કોર્સ ફ્રીમાં ભણાવવામાં આવશે. જેમાં ગત વીકમાં જ 70 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે એક બેચમાં 100 સ્ટુડન્ટસ ભણશે.
આ ફ્રી કોર્સ વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છો
ક્વોલિફિકેશન શું રહેશે?

કોઈ પણ સ્ટ્રીમથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકશે. કોઈ એજ લિમિટ નથી. 11.30 થી 1.30 દરરોજ ભણાવવામાં આવશે. 
કેવી રીતે એડમિશન મળશે?
ગણપતની વેબસાઈટ અને તેના ફેસબુક પેજની ગૂગલ લિન્ક પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એલિજિબલ ક્રાઈટેરિયાના આધારે એડમિશન થશે.
એક વીકમાં શું ભણાવવામાં આવશે? કોણ ભણાવશે?
આત્મનિર્ભર ભારતના કયા ક્રિટીકલ સક્સેસ ફેક્ટર છે, બિઝનેસ ઓપોર્ચ્યુનટી, ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ બિઝનેસ આઈડીયાને કેવી રીતે પ્રમોટ કરવા, વર્ક ફ્રોમ હોમમાં પણ વર્કને કેમ ઈમ્પ્રૂવ કરવું, વેલ્યુ ઓફ ક્રિએશન, બિઝ્નેસ મોડલ કેનવાસ, પ્રોજેક્ટ અને હેન્ડસ ઓન એક્ટિવિટી પણ પ્રેક્ટિકલ રૂપે અપાશે.
આ કોર્સ તેમજ સર્ટિફિકેટ શું કામ આવી શકે છે?
પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમની સ્કિલ સુધરશે, નવા બિઝનેસ આઈડીયા અહીંથી અપાશે. આ સાથે સર્ટીફિકેટ સ્ટાર્ટઅપ, આંત્રપ્રિન્યોરશિપ તેમજ આ ફિલ્ડને લગતી ઈન્ટર્નશિપ કરવા માગતા વિદ્યાર્થીઓને કામ આવશે.  
એક બેચમાં ચાન્સ ના મળે તો બીજી બેચ ક્યારે શરૂ થશે?
સેકન્ડ બેચ ફર્સ્ટ બેચ પુરી થયાના 15 દિવસ પછી શરૂ કરાશે.
(ગણપતના સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપના ચેરપર્સન, પ્રો. રેમી મિત્રા સાથે થયેલી વાત ચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...