તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ગુજરાત કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર બન્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. - Divya Bhaskar
પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે.

ગુજરાત કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી( પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2017માં ગુજરાત કેડરના 1994 બેચના આઈપીએસ અધિકારી મનોજ શશીધરની સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી તેમ જ 2004 બેચના આઈપીએસ ગગનદીપ ગંભીરની સીબીઆઈમાં બદલી કરાઈ હતી, જે આઈપીએસ અધિકારી હાલ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો