તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધઃ પ્રદિપસિહ જાડેજા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાક. હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ગૃહરાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી - Divya Bhaskar
પાક. હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ગૃહરાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
  • રાજ્યમાં આવેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠક યોજતા ગૃહ રાજ્યમંત્રી
  • પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓના અસ્તિત્વ માટે CAAનો કાયદો સંજીવની સમાન
  • સ્થળાંતરિતોના બાળકોને પ્રવેશની શિક્ષણની સુવિધા સહિત મફત શિક્ષા, મફત રાશન, આધારકાર્ડ, વર્ક પરમિટ, લોગ ટર્મ વીઝાની સુવિધાઓ સત્વરે પૂરી પડાશે

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આવા સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને ગુજરાતમા રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે તેમ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી માટે CAA સંજીવની સમાન
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરતાં મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે સંસદના બંને ગૃહોમાં પસાર કરાયો હતો. આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે.

બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચઅધિકારી જોડાયા
બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચઅધિકારી જોડાયા

31 ડિસેમ્બર 2014 સુધી ત્રણેય દેશથી આવનારને ભારતનું નાગરિકત્વ
જાડેજાએ ઉમેર્યુ કે આ કાયદાએ તેમને નવું જીવન આપ્યું છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને 31મી ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા આ 6 લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી યાતનાનો ભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન આપીને તેમને દેશ અને રાજ્યોમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામા આવી રહી છે. 2014 પહેલા પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇને આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ રિન્યુઅલ માટે પાકિસ્તાની દૂતાવાસ દિલ્લી ખાતે જવાનું આર્થિક રીતે પરવડે તેમ ન હોઇ, યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.

આધારકાર્ડમાં પડતી મુશ્કેલી માટે કેન્દ્ર સરકાર અને UIDAIને જાણ કરાઈ
જાડેજાએ ઉમેર્યુ કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને આધાર કાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારે પાકિસ્તાન/ અફઘાનિસ્તાન/બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના નાગરિકોના LTV / રેસિડન્સિયલ પરમિટના દસ્તાવેજોમાં દર્શાવેલા સરનામાની વિગતોને આધાર કાર્ડ મેળવવા રજુ કરવાના દસ્તાવેજો પૈકીની સૂચિમાં સરનામાના પૂરાવા તરીકે માન્ય પૂરાવો ગણવા કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને જણાવ્યું છે.

અભ્યાસ માટે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ
જાડેજાએ કહ્યું કે, પાકિસ્તાની નાગરિકોના બાળકોને અભ્યાસના પ્રવેશ મેળવવા સંદર્ભે અલગ અલગ જિલ્લાઓમાં વિસંગતતાઓને કારણે જે મુશ્કેલી પડે છે. પાકિસ્તાનથી આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ માટે આનુષંગિક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા મોનિટરિંગ કરવા માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ ઉચ્ચ શિક્ષણ-વિદેશ અભ્યાસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ કરવામાં આવશે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારત સરકારની સૂચનાઓ મુજબ નિયમાનુસાર તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને વેક્સિનેશન અંગે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે
લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે

વર્ક પરમિટ સરળતાથી મળે તેવા પ્રયાસ
તેમણે ઉમેર્યું કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને નોકરી માટે ખાનગી કંપનીઓ દ્વારા તેઓની પાસે વર્ક પરમિટ માંગવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. તેઓને વર્ક પરમિટ આપવા સંબંધિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. આ માટે ખાનગી સંસ્થાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ક પરમિટ સરળતાથી મળે તે સારૂ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, આરોગ્ય સચિવ અને કમિશનર જયપ્રકાશ શિવહરે, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકર, પોલીસ મહાનિરિક્ષક વાબાંગ ઝમીર, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી.