બાર કાઉન્સિલનો ઠરાવ:ગુજરાતની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક બાદ પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રીઓને વેરિફિકેશન ફોર્મ ભરવા તાકીદ

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન સી.કે.પટેલ, સભ્યો અનિલ કેલ્લા તથા કિશોરકુમાર આર. ત્રિવેદીની એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સને 2015માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015 બનાવવામાં આવ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા કોઇપણ ધારાશાસ્ત્રી ખરેખર પ્રેક્ટિસમાં છે કે નહીં અને તેઓએ પ્રાપ્ત કરેલી અભ્યાસની ડીગ્રીની ચકાસણી કરવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઈન્ચાર્જ સેક્રેટરી, સિધ્ધિ ડી.ભાવસારે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015ના નિયમોનું પાલન કરનાર ધારાશાસ્ત્રીને જ સ્ટેટ બાર કાઉન્સિલ તરફથી મળતા હકો અને અધિકારી મેળવવાપાત્ર રહે છે તેમ ઠરાવવામાં આવેલું છે અને તેવા જ ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓઢું ગુજરાતની ચૂંટણીમાં સને 2018માં મતદાનનો અધિકાર આપવામાં આવેલો છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સને 1975 કે પહેલા નોંધાયેલા ધારાશાસ્ત્રીઓને માત્ર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015નું ફોર્મ ભરવાનો નિયમ બનાવવામા આવેલો છે. જ્યારે સને 1976થી સને 2010 સુધીના આશરે 57,278 ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015 ના ફોર્મ સાથે ધોરણ- 10થી માંડીને લો યુનિર્વસિટીની તમામ માર્કશીટસ તેમજ 5 વકીલાતનામા સાથે જોડવા માટે ફરજીયાતપણે બનાવવામાં આવેલા છે. તેમજ 2010 પછી જે ધારાશાસ્ત્રીઓએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરેલી હોય તેવા ધારાશાસ્ત્રીઓએ માત્ર કોર્મ સાથે માર્કશીટસ જ રજૂ કરવાનુ ફરજીયાત કરવામાં આવેલું છે.

પરંતુ વર્તમાન સમયમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાન પર આવેલું છે કે હાલમા સ્ટેટ બાર કાઉન્સિલના રીલ ૫૨ 1,13,719 ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તેમાંથી સને2010 સુધીના 14,043 ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તેમજ 2010 પછીના 49,676 ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તે પૈકી માત્ર 31, 549 ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015 ના ફોર્મ ભરેલા છે અને આશરે 40 % જેટલા ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015ના ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કર્યાં પછી ભરવા પાત્ર ફોર્મ માર્કશીટસ સાથે ભરેલી નથી. અને તેવા ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેકર્ડ પર હોવા છતાં પણ પોતાના તમામ બેંક થી વંચિત છે. જેથી એકઝીક્યુટીવ કમિટીમા સર્વાનુમતે તાકીદે ઠરાવ કરવામા આવેલો છે કે, જે ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ (વેરિફિકેશન) રૂલ્સ, 2015નું કોર્મ ભરેલું ન હોય તેઓએ દિન-90મા સંપુર્ણ વિગતો સાથે કોર્મ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે નિયમ અનુસાર કી સહિત મોકલી આપવા એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ધારાશાસ્ત્રીઓએ અગાઉ પ્રેક્ટિસ વેરિફિકેશન કોર્મ ટુ ડેકલેરેશન ફોર્મ ભરેલું હોય તેઓએ આ વેરિફિકેશન ફોર્મ કે ડેકલેરેશન ફોર્મ ભરવાનુ રહેતું નથી.

અન્ય સમાચારો પણ છે...