એક્સક્લુઝિવ / પીપીઈ સૂટમાં હશે પાઇલટ-એરહોસ્ટેસ; વિમાન, એરપોર્ટ, પાઇલટ્સ અને એરહોસ્ટેસ માટે આવી ગાઇડલાઇન હશે

અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
X
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.

  • અમદાવાદ એરપોર્ટ પર 50 સેનિટાઇઝર સ્ટેન્ડ લગાવાયા, ફ્લાઇટમાં ફક્ત પાણી મળશે
  • પ્રવાસી જાતે બોર્ડિંગ પાસ સ્કેન કરશે

વિશાલ પાટડિયા

May 24, 2020, 05:52 AM IST

અમદાવાદ. છેલ્લા બે મહિનાથી બંધ અમદાવાદનું એરપોર્ટ સોમવારથી ફરી એક વખત ધમધમતું થઇ જશે. જોકે એરપોર્ટ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પરનો અનુભવ પહેલા જેવો નહીં રહે. અમદાવાદ એરપોર્ટ અને એરલાઇનોએ મુસાફરો માટે સંખ્યાબંધ ગાઇડલાઇન જાહેર કરી છે અને તકેદારીનાં ભાગરૂપે વ્યવસ્થા પણ કરી છે. તકેદારીનાં ભાગરૂપે ઇન્ડિગો એરલાઇને તો પાઇલટ અને કેબિન ક્રૂને પણ પીપીઇમાં જ ફરજ સોંપવાનું નક્કી કર્યું છે. તો સ્પાઇસજેટે પણ પોતાનાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પાઇલટ-કેબિન સ્ટાફ માટે પ્રોટેક્ટિવ ગિયર્સ આપવા નક્કી કર્યું છે. મુસાફરોને મોટેભાગે ફ્લાઇટમાં માત્ર પાણી જ આપવામાં આવશે અને કોઇ પણ પ્રકારનો ખોરાક નહીં અપાય જેથી સ્પર્શ ટાળવામાં આવે. અમદાવાદ એરપોર્ટ પર પણ  ઠેરઠેર નવા સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને બે કલાક પહેલા આવવા માટે સલાહ અપાઇ છે. એરપોર્ટ કનેક્ટેવીટી માટે ટેક્સી-કેબને મંજૂરી છે. ઑટો રિક્શાને નહીં. અમદાવાદ એરપોર્ટ સૂત્રોએ મુસાફરોની સલામતી બાબતે જણાવ્યું હતું કે, અમે જ્યાં પણ લાઇન લાગે છે તેવા સ્થળો જેમ કે ટર્મિનલ ગેટ, સેલ્ફ ચેક ઇન ગેટ, લગેજ કાઉન્ટર, સિક્યુરિટી ચેક, એરો બ્રિજ, બોર્ડિંગ ગેટ્સ વગેરે તમામ સ્થળે સોશિયલ  ડિસ્ટન્સ માર્કિંગ કર્યા છે. અમે પાણી પીવાનાં કુલર પર પણ માર્કિંગ કર્યું છે. દરેક પેસેન્જરનું તાપમાન, માસ્ક વગેરે ચેક કરાશે. અમે સેનેટાઇઝરનાં 50થી વધુ સ્ટેન્ડ ટર્મિનલમાં વોક થ્રુ માટે મૂક્યા છે. આ સિવાય સતત ક્લીનિંગ પણ થતું રહેશે. અમે મુસાફરો માટે હેન્ડ્સ ફ્રી ફ્રિસ્કિંગની વ્યવસ્થા પણ કરી છે. 
ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે
એરપોર્ટ સિવાય એરલાઇનોએ પણ ઇનફ્લાઇટ અને ઓફ-ફ્લાઇટ સંખ્યાબંધ પગલા જાહેર કર્યા છે. અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગો અને સ્પાઇસ જેટની જાય છે. ઇન્ડિગો એરલાઇન્સનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પાઇલટ અને કેબિન ક્રૂ માટે પીપીઇની વ્યવસ્થા કરી છે. ફ્લાઇટની અંદર ટ્રે ટેબલ, આર્મ રેસ્ટ, ઓવરહેડ નોઝલ, લેવેટરી જેવી દરેક જગ્યા સેનેટાઇઝ થશે. ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે. મુસાફરોને ફ્લાઇટમાં નાસ્તો નહીં અપાય પણ માત્ર પાણી જ અપાશે. બને તો પેસેન્જર એરપોર્ટ પર જ લેવેટરીનો યુઝ કરે જેથી ફ્લાઇટમાં મુવમેન્ટ ઓછી થાય. સ્પાઇસ જેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તમામ કસ્ટમર ટચ પોઇન્ટસને ડીસઇન્ફેક્ટ કરીશું. પેસેન્જરને ફ્લાઇટમાં લઇ જતાં કોચમાં પણ 50 ટકા જ સંખ્યા રાખીશું. મુસાફરોને ઘરે અથવા એરપોર્ટ પર જ જમી લેવા સલાહ આપવામાં આવે છે કેમ કે ફ્લાઇટમાં જમવાનું નહીં અપાય. પેસેન્જરોને પોતાનો બોર્ડીંગ પાસ પણ જાતે જ સ્કેન કરવા જણાવાયું છે. 
સ્પષ્ટતાનાં અભાવે ગો-એર સોમવારથી શરૂ થહીં થાય 
જ્યારે મોટાભાગની એરલાઇનો સોમવારથી શરૂ થઇ જશે ત્યારે દેશની સૌથી મોટી એરલાઇનો પૈકી ગો-એરે ક્વોરેન્ટાઇન અને મુસાફરોનાં રાજ્યોમાં પ્રવેશ મુદ્દે સરકારની સ્પષ્ટતાનાં અભાવે ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગો-એરલાઇનનાં પ્રવક્તાએ કહ્યું હતું કે,  વિવિધ  રાજ્યો પાસેથી મુસાફરોને કેવી રીતે સ્વીકારશે તે મુદ્દે કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમે સોમવારથી ફ્લાઇટ્સ શરૂ નહીં કરીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી