તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજયમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે અને લોકો હજી પણ બેદરકાર છે. જેની વચ્ચે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાની બેદરકારી સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર સ્મશાનગૃહની બહાર PPE ફેંકી દેવામાં આવી છે. મેડિકલ વેસ્ટ સ્મશાનગૃહની બહાર જ ફેંકી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર માટે સાબરમતી અચેર સ્મશાન ગૃહમાં કોરોનાથી મોત થયેલા દર્દીની અંતિમવિધિ કરવામાં આવે છે ત્યારે સ્મશાનગૃહ બહાર આ રીતે મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવે છે જે ઘણી ગંભીર બાબત જણાય છે.
માસ્ક અને હેન્ડ્સ ગલોવ્ઝ પણ બહાર ફેંકેલા જોવા મળ્યા
આજે સવારે શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર સ્મશાનગૃહમાં એક બાદ એક કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે એમ્બ્યુલન્સ આવતી હતી. જેની વચ્ચે સ્મશાનગૃહની બહાર PPE ફેંકી દેવામાં આવેલી જોવા મળી હતી. માસ્ક અને હેન્ડ્સ ગલવઝ પણ બહાર ફેંકેલા જોવા મળ્યા હતા. સ્મશાનમાં રોજ અનેક મૃતદેહ અંતિમવિધિ માટે લાવવામાં આવે છે. અનેક લોકો અંતિમવિધિ માટે આવે છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કોરોનાગ્રસ્ત દર્દીનો સંપર્ક તેમજ દર્દી માટે વાપરવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ કોરોના સંક્રમણ વધારનારૂ બની રહે છે. ત્યારે PPE કીટ ફેંકાયેલી હાલતમાં મળી આવેલા માસ્ક અને કીટ હજુ પણ યથાવત હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી બહાર આવી છે.
ડેડબોડી એમ્બ્યુલન્સમાં મુકતા પહેલા જ ફુલહાર-ગંગાજળની વિધિ
કોવિડ હોસ્પિટલના કોવિડ ડેડબોડી રૂમની બહાર સવારે 7 વાગ્યાથી DivyaBhaskarની ટીમે તપાસ કરી હતી. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી સિવિલ હોસ્પિટલ અમદાવાદની બે એમ્બ્યુલન્સ સવારથી જ કોરોનાના મૃતકોને સ્મશાને પહોંચાડતી હતી. અડધી કલાકના અંતરમાં જ લોકો ડેડબોડી લેવા આવતાં નજરે પડ્યા હતા. કોરોનાની ડેડબોડી ઘરે સોંપતા ન હોવાથી અંતિમ સંસ્કાર પહેલાં જે પરિવાર બે ફૂલહાર, વિધિ કે ગંગાજળની વિધિ કરવી હોય તે ત્યાં બહાર એમ્બ્યુલન્સમાં મુકતા પહેલા જ કરાવી દેવામાં આવે છે. સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે જે પણ ડેડબોડી લઈ જવાય છે તેને એકદમ પેક કરી લઈ જવાય છે.
એમ્બ્યુલન્સનાં સિવિલથી સ્મશાનનાં ચક્કર વધ્યાં
કોવિડ ડેડબોડી સ્ટોરેજની બહાર સતત લોકોના રડવાના અવાજ અને હોસ્પિટલ સામેના આક્ષેપો સાંભળવા મળ્યા હતા. સતત એક બાદ એક લોકો પોતાનાં ગુમાવેલાં સ્વજનોની બોડી લેવા માટે આવી રહ્યા હતા. કેટલાક લોકોએ તો તેમના સ્વજનની બોડી માટે 1-2 કલાક રાહ જોવી પડી હતી.ક્યાંક સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી ખાલી ન હોય તો ક્યાંક એમ્બ્યુલન્સ વ્યસ્ત હોય, સાથે આ સ્ટાફ પણ સતત આ બોડીની અંતિમક્રિયામાં વ્યસ્ત હતો, એટલે લોકોએ ડેડબોડી સ્ટોરેજની બહાર 40-41 ડીગ્રીની ગરમીમાં પણ પોતાના સ્વજનની ડેડબોડી માટે રાહ જોવી પડી હતી. કેટલાંક સ્વજનો તો આટલી ગરમીમાં પણ ડેડબોડી સ્ટોરેજની બહાર ધ્રુસકે ધ્રુસકે રડતાં જોવા મળ્યાં.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.