વેચાતી વીજળી:‘વીજ સરપ્લસ ગુજરાત મોડલ’ ખાનગી કંપનીઓના ખભે વીજળીના ઉત્પાદનમાં 51 % હિસ્સો ખાનગી કંપનીઓનો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
58 ટકા વીજવપરાશ ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એકમોમાં, કૃષિક્ષેત્રે 20 ટકા - Divya Bhaskar
58 ટકા વીજવપરાશ ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એકમોમાં, કૃષિક્ષેત્રે 20 ટકા
  • અઢી વર્ષમાં સરકારે રૂ. 28 હજાર કરોડનું ચુકવણું કર્યું
  • વીજસંકટનાં એંધાણ વચ્ચે ગુજરાતના વીજક્ષેત્રનો ચિતાર
  • રાજ્યમાં માથાદીઠ વીજવપરાશ દેશમાં સૌથી વધારે
  • 58 ટકા વીજવપરાશ ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એકમોમાં, કૃષિક્ષેત્રે 20 ટકા

ગુજરાતમાં વીજસંકટ તોળાઇ રહ્યું છે. કોલસાની તંગીથી વીજ ઉત્પાદન પર ગંભીર અસર પહોંચી છે. ગુજરાતના સરપ્લસ વીજ મૉડેલના દેશમાં પણ દાખલા અપાતા હતા. રાજ્યના કુલ વીજ ઉત્પાદનમાં 51 ટકા હિસ્સો ખાનગી કંપનીઓનો છે. 26 ટકા કેન્દ્રીય હિસ્સો છે. રાજ્ય વીજ કોર્પોરેશન અને રાજ્ય સરકારના ખાનગી વીજ ઉત્પાદકોનો મળીને હિસ્સો 21 ટકા છે. તાજેતરમાં વિધાનસભામાં ઉર્જા મંત્રીઓ આપેલી માહિતી મુજબ, છેલ્લા અઢી વર્ષમાં રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને કુલ રૂ. 28 હજાર કરોડનું ચૂકવણું કર્યું છે. રાજ્યમાં વીજળી સરપ્લસ રહેતી હોવાથી અનકવાર અન્ય રાજ્યોને વેચવામાં પણ આવી છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2020-21માં આપવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી કુલ વીજ ઉત્પાદન કરતાં કુલ વીજ વપરાશ ઓછો જ રહ્યો છે એટલે કે વીજળીની સમસ્યા ઉભી થાય એવા સંજોગો ઉભા થયા નથી. 2019-20માં કુલ વીજ ઉત્પાદન 120129 મિલિયન યુનિટ્સ થયું હતું જેની સામે કુલ વીજવપરાશ 91666 મિલિયન યુનિટ્સ થયો હતો. રાજ્યમાં માથાદીઠ વીજવપરાશ દેશમાં સૌથી વધારે છે. વીજવપરાશમાં સૌથી વધારે 58 ટકા હિસ્સો ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોનો છે. કૃષિ ક્ષેત્રે 21 ટકા જ્યારે ઘરગથ્થું વપરાશમાં 17 ટકા વપરાશ થાય છે.

ક્યાં કેટલો વીજ વપરાશ? વીજ ઉત્પાદનમાં કોનો-કેટલો ફાળો?
રાજ્યમાં ક્ષેત્ર મુજબ વીજવપરાશ જોઇએ તો, સૌથી વધુ વપરાશ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ક્ષેત્રે 57.91 ટકા થાય છે. કૃષિ ક્ષેત્રે 20.55 ટકા જ્યારે ઘરગથ્થું વપરાશમાં 17.37 ટકા વીજળી ખર્ચાય છે. જાહેર લાઇટો અને વોટર વર્ક્સ માટે 2.70 ટકા અને અન્ય કામોમાં 1.47 ટકા વીજવપરાશ થાય છે. કુલ વીજઉત્પાદનમાં રાજ્ય વીજ કોર્પોરેશન-જીઇબી મળી 20545 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે જે કુલ ઉત્પાદનના 17 ટકા થાય છે. રાજ્યની માલિકીના સ્વતંત્ર વીજ ઉત્પાદકો 5976 મિલિયન યુનિટ્સ (4.9 ટકા) જ્યારે ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા 62018 મિલિયન યુનિટ્સ (51 ટકા) ઉત્પાદન થાય છે. કેન્દ્રીય હિસ્સો 31590 મિલિયન યુનિટ્સ (26 ટકા) છે. કુલ વીજક્ષમતા 120129 મિલિયન યુનિટ્સ છે.

વીજ ઉત્પાદન સામે રાજ્યભરમાં માથાદીઠ વીજ વપરાશમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે

વર્ષકુલ વીજઉત્પાદન (મિલિયન યુનિટ્સ)કુલ વીજઉત્પાદન (મિલિયન યુનિટ્સ)

માથાદીઠ વીજવપરાશ (કિલોવૉટ પ્રતિ કલાક)

2001-025006934325963
2005-0658724383581313
2009-1069883550051491
2012-1387723679701806
2015-16103138758411910
2017-18110543854452007
2019-20120129916662225
અન્ય સમાચારો પણ છે...