તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીપંચને રજૂઆત:કોરોનાને લીધે અમદાવાદ સહિત છ મનપાની ચૂંટણી મોકૂફ રાખો, કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને રજૂઆત કરી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સહિત રાજ્યની 6 મનપા, 56 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતની ચૂંટણીનું ઓકટોબર, ડિસેમ્બરમાં યોજવાનું આયોજન રાજ્ય ચૂંટણીપંચે હાથ ધર્યું હોવાનું કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું.તેમણે ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાશે તો રાજકીય નેતાઓ 30થી 35 દિવસ જાહેર સભા નહીં કરે તો પણ રેલી અને ઘરે ઘરે જઇને પ્રચાર કરનાર હોવાથી કોવિડ-19નું સંક્રમણ વધુ ફેલાશે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મોકૂફ ન રખાય તો નાછૂટકે હાઇકોર્ટમાં પીઆઇએલ કરવી પડશે તેવી ચિમકી ગ્યાસુદ્દીન શેખે ઉચ્ચારી હતી.

રાજય ચૂંટણી પંચને રજૂઆત કરતા શેખે કહ્યું હતું કે, લોકશાહી દેશમાં ચૂંટણી એક પર્વ હોય છે અને દરેક ઉમેદવાર જીતવા માટે તનતોડ મહેનત કરે છે. આવા સંજોગોમાં રાજ્ય ચૂટણી પંચે રાજકીય પક્ષો કે અન્ય હિસ્સેદારો સાથે ચૂંટણી બાબતે ચર્ચા કરવાને બદલે એક તરફી આયોજનની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ચૂંટણીમાં પ્રચારમાં આચાર સંહિતા અને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં અનેક વ્યવહારિક મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં કોવિડ-19નું સંક્રમણ વધારે ન ફેલાય તેટલા માટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી રોકવી જોઇએ તેવી માગ ધારાસભ્ય શેખે કરી હતી. તેમણે ચૂંટણી મોકૂફ નહીં રખાય તો કાયકાદીય પગલા ભરીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...