અમારો વિકાસ ક્યારે થશે?:અમદાવાદમાં વટવા વિધાનસભા વિસ્તારમાં ગંદકી અને હાલાકીની તસ્વીરો સાથે પોસ્ટરો લાગ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે લોકો પોતાના મત વિસ્તારમાં વિકાસ અને સુવિધાઓને લઈને હવે નેતાઓને સવાલો કરી રહ્યાં છે. અમદાવાદની વટવા વિધાનસભા મત વિસ્તારમાં અમારો વિકાસ ક્યારે તેવા સવાલો સાથે ગંદકી અને હાલાકીની તસ્વીરો સાથે પોસ્ટરો લાગ્યાં છે.

વિકાસ ક્યાં છે તેમ લખેલા બેનરો સાથે પોસ્ટરો લગાવ્યાં
વટવા વિધાનસભા ક્ષેત્રમાં હજી સુધી ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે સ્થાનિક લોકોએ કેટલીક જગ્યાએ પોસ્ટરો લગાવીને પોતાની હાલાકી અને પોતે કેવી ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તેની જાણ રાજકારણીઓને કરી છે.વટવા વિસ્તારમાં આવેલા રેલ્વે લાઈન પાસેની વસાહતમાં લોકોએ ગંદકી અને હાલાકી ક્યાં સુધી સહન કરવી અને અમારો વિકાસ ક્યાં છે તેમ લખેલા બેનરો સાથે પોસ્ટરો લગાવ્યાં છે.

વટવામાં હજી કોઈ ઉમેદવાર નક્કી નથી થયા
વટવા વિધાનસભામાં હાલ પૂર્વગ્રહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ટિકિટ પર હજી કોઈ નક્કી થયું નથી ત્યારે કોંગ્રેસે પણ પોતાનું ઉમેદવાર જાહેર કર્યું નથી. બે દિવસથી વટવા રેલવે ક્રોસિંગ પાસે આવેલી વસાહતમાં લોકોએ ગંદકીના ફોટો પાડીને બેનરો લગાવ્યા છે જેને કારણે આ બેનરો સમગ્ર અમદાવાદ શહેરમાં વાયરલ થયા છે એના બેનરમાં લખ્યું પણ છે કે તેમનો વિકાસ ક્યારે થશે તેમને ક્યારેક આ તકલીફોમાંથી મુક્તિ મળશે. આ બધાને કારણે હવે વટવા વિધાનસભાની રાજનીતિ અલગ દિશામાં જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...