તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં આવતીકાલે છ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે. બંને મુખ્ય રાજકિય પક્ષો સહિત અન્ય પક્ષોએ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોડીનું જોર લગાવીને પ્રચાર કર્યો છે. ત્યારે આજે પ્રચારના પડધમ શાંત થઈ જશે. આવતીકાલે યોજાનાર મતદાન પહેલાં જ ભાજપમાં વધુ એક ચિંતાનો પગપેસારો થયો છે. અમદાવાદમાં સરકારી નોકરી માટેની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.
ભરતી નહીં તો મત નહીં
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં ભાજપમાં વધુ ભય ફેલાયો છે. LRD અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા છે. ભાજપે મતદાન પહેલાં જ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું છે. શહેરમાં ભાજપના કાર્યલય પાસે જ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભરતી નહીં તો વોટ નહીં. તે ઉપરાંત LRD, SRPF અને GPSCના ઉમેદવારો પર ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે. આ પ્રકારની માંગ શહેરમાં લાગેલા પોસ્ટરોમાં કરવામાં આવી છે.
ભાજપમાં પેનલો તૂટવાનો ભય
ભાજપ હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે. ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.