મણિનગરના યુવકની કાળી કરતૂત:યુવતીનો પૂર્વપ્રેમી સાથે ફોટો મૂકી અશ્લીલ લખાણ લખ્યું, પ્રેમિકાએ બોલવાનું બંધ કરતા બદનામ કરવા ડમી એકાઉન્ટ બનાવ્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે મણિપુરના યુવકની ધરપકડ કરી

પ્રેમિકાએ બોલવાનું બંધ કરી દેતા યુવાને તેને બદનામ કરવા સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામનું ડમી એકાઉન્ટ ખોલ્યંુ હતું, ત્યારબાદ તે એકાઉન્ટમાં યુવતીના પૂર્વ પ્રેમી સાથેના અંગત પળના ફોટા મૂકીને નીચે અશ્લીલ લખાણ લખ્યંુ હતું. આ અંગે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

શહેરમાં રહેતી એક યુવતીના નામનું સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ ખોલીને તેમાં યુવતી અને તેના પૂર્વ પ્રેમી સાથેના અંગત પળના ફોટા મૂકીને નીચે બિભત્સ લખાણ લખવામાં આવ્યંુ હતંુ. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને સીએમલીએન લાલમોઈ ગંગટે(27)ને ઝડપી લીધો હતો. સીએમલીએન મૂળ મણિપુરનો વતની છે અને હાલમાં વડોદરામાં રહેતો હતો. સીએમલીએન અને ફરિયાદી યુવતી સાથે અગાઉ પ્રેમ સબંધ હતો.

થોડા સમય પહેલા બંને વચ્ચે મન દુ:ખ થતા યુવતીએ સીએમલીએન સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.તેમ છતાં સીએમલીએન અવાર નવાર પ્રેમીકાનો સંપર્ક કરતો હતો, પરંતુ તે તેની સાથે બોલતી ન હતી. જેથી યુવતીને સમાજમાં બદનામ કરવા માટે સીએમલીએનએ સોશિયલ મીડિયામાં યુવતીના નામનું ડમી એકાઉન્ટ ખોલ્યું અને યુવતીના તેના પૂર્વ પ્રેમી સાથેના ફોટો મૂકીને તેમાં બિભત્સ લખાણ લખ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...