તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:ધો.10માં માસ પ્રમોશનથી ડિપ્લોમાં એન્જિનિયરિંગની 70 ટકા સીટો ભરાવવાની શક્યતા, અત્યાર સુધી 5000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં ડિપ્લોમાં એન્જિનિયરીંગ માટે 64,000 સીટ છે

ધોરણ 10માં માસ પ્રમોશન આપવમાં આવ્યું છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવ્યું નથી. પરિણામ અગાઉ માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ કોર્ષમાં 57 ટકા સીટ ભરાઈ હતી ત્યારે આ વર્ષે 70 ટકા સીટ ભરાય તેવી શક્યતા છે.

ધો.10માં માસ પ્રમોશનથી 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ
ધોરણ 10માં માસ પ્રમોશન મળતા 8 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ આપવાનો રહેશે. દર વર્ષે અંદાજીત 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે પાસ થનાર વિદ્યાર્થીઓની આંકડો 2 લાખ જેટલો વધારે છે જેને કારણે આગળ પ્રવેશ પ્રક્રિયાને લઈને પ્રશ્ન ઉભા ના થાય તે માટે અત્યારથી ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.

ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં 45000 સીટો ભરાઈ શકે
ડિપ્લોમાં એન્જિનિયરીંગ માટે 64,000 સીટ છે જેની સામે ગત વર્ષે 37,000 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો એટલે કે 57 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જયારે આ વર્ષે માસ પ્રમોશન કારણે વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી શક્યતા છે. આ વર્ષે 45,000 જેટલા વિદ્યાર્થીઓ એટલે કે 70 ટકા વિદ્યાર્થી પ્રવેશ મેળવે તેવી શક્યતા છે. અત્યાર સુધી 5000 વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.