ગુજરાતમાં કોવિડ-19 પોઝિટિવિટી રેશિયો 8 ટકા છે જેની સામે અમદાવાદમાં ચિંતાજનક રીતે આ રેશિયો 21.5 ટકાનો છે. બુધવારે જિલ્લા મુજબ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, સુરતમાં પણ રાજ્યના સરેરાશથી વધારે 11 ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો છે. કોવિડ-19 ડેશબોર્ડ મુજબ, રાજ્યમાં મંગળવારે 93758 ટેસ્ટ કરાયા હતા જેમાં 7476 એટલે કે 7.9 ટકા કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં જિલ્લામાં 13485 ટેસ્ટ કરાયા જેમાં 2903 એટલે કે 21.5 ટકા પોઝિટિવ આવ્યા.
આ જિલ્લાઓમાં પોઝિટિવ દર વધ્યો છે
જિલ્લા | ટેસ્ટ | નવા કેસ | પોઝિટિવિટી દર |
અમદાવાદ | 13485 | 2903 | 21% |
સુરત | 18966 | 2124 | 11% |
વડોદરા | 3772 | 606 | 16% |
રાજકોટ | 4323 | 319 | 7.30% |
ગુજરાત | 93758 | 7476 | 7.90% |
સુરેન્દ્રનગરમાં કોરોનાથી 9 વર્ષના બાળકનું મૃત્યુ
મૂળીના ખંપાળિયા ગામના 9 વર્ષીય સત્યરાજ વનરાજભાઈ જેબલિયાનું બુધવારે કોરોનાથી મૃત્યુ થયું હતું. ધોરણ-4ના વિદ્યાર્થી સત્યરાજને 4 દિવસ પહેલાં માથું દુખતું હોવાથી સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. મગજનું ઓપરેશન કરવાનું હોવાથી 3 દિવસની સારવાર બાદ કોરોનાનો ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. સારવાર ચાલતી હતી ત્યારે રિપોર્ટ આવ્યાના 12 કલાકમાં જ તેનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.