તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ પોઝિટિવ દર્દીના મોતનો આરોપ, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ બ્લાસ્ટની વાત નકારી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલની બેદરકારીથી મહિલાના મોતનો સગાઓએ આક્ષેપ લગાવ્યો હતો. - Divya Bhaskar
સોલા સિવિલની બેદરકારીથી મહિલાના મોતનો સગાઓએ આક્ષેપ લગાવ્યો હતો.
  • ગોમતીપુરની મહિલાને હૃદયરોગની તકલીફ થતાં સોમવારે એડમિટ કરાઈ હતી
  • દાખલ થયા બાદ ખાંસી થઈ, મૃત્યુ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સોલા સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા, પણ ગુરુવારે મોડી રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ સગાએ કર્યો છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ આવી કોઇ ઘટના ન બની હોવાનું જણાવી રહ્યું છે.
તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખ્યાં હતા
ગોમતીપુરનાં સમશેરબાગ ખાતે રહેતા 55 વર્ષીય પરવીનબાનુ મહેમુદખાન પઠાણના પુત્ર આમીરખાન પઠાણે જણાવ્યું હતું કે, સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ મારી માતાનું મૃત્યુ થયું છે. હકીકતમાં મારી માતાને હૃદયરોગની તકલીફ હોવાથી 20મેના સારવાર માટે ચામુંડા બ્રિજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા, પણ આઇસીયુમાં બેડ ખાલી ન હોવાથી મારી માતાને અમે સોલા સિવિલમાં લઇ ગયા હતા, ત્યાંથી આઇસીયુમાં દાખલ કર્યા પણ કોઈ દવા કે સારવાર કરી નહિ અને રાત્રે 8 વાગ્યે હોસ્પિટલનાં છઠ્ઠા માળે આવેલા કોરોના પોઝિટિવ વોર્ડની સામે કેસ કાઢે છે ત્યાં લઇ ગયા ત્યારે મારી માતાને ખાંસી ચઢી હતી, જેથી તેમને વેન્ટિલેટર પર રાખ્યાં હતાં. ગુરુવારે રાત્રે તેમની તબિયત લથડતાં બોટલ ચઢાવાઈ હતી અને બોટલ પુરી થઇ ત્યારે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મારી માતાને મૃત જાહેર કરાઇ હતી. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલનાં એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેમણે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયાની કોઇ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું.
બીજુ વેન્ટિલેટર લગાવાય તે પહેલા જ મૃત્યુ: પુત્ર 
મૃતકના પુત્રે વધુમાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક મીટરમાં જેમ ખટાક અવાજ સાથે બ્લાસ્ટ થાય છે તેવી રીતે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતાંની સાથે વેન્ટિલેટર બંધ થઇ ગયું હતું, જેથી મારો ભાઈ ડોક્ટરોને બોલાવવા ગયો પણ 13 મિનિટ પછી ડોક્ટરો આવ્યા અને બીજું વેન્ટિલેટર બદલ્યું હતું, ત્યાં સુધી મારી માતાનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. ત્યારબાદ પાઇપ નાખી અને હૃદય ચાલુ થાય તે માટેનું ઇન્જેક્શન આપ્યું હતું. પલ્સ અને ઇસીજી કરતાં 3 મિનિટ પછી ગ્રીન લાઇન આવી જતા રાત્રે તેમને મૃત જાહેર કરી હતી. પરંતુ, વેન્ટિલેટરમાં બ્લાસ્ટ કેમ થયો તેનો ડોક્ટરોએ કોઇ જ જવાબ આપ્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser