તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર વિરોધ:કામસૂત્ર નામના પુસ્તકમાં હિંદુ દેવી-દેવતાઓના અશ્લીલ ચિત્રો છપાયા, બજરંગ દળે જાહેરમાં સળગાવી વિરોધ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • બજરંગદળે બુકસ્ટોલ ધારકોને ખુલ્લી ચેતવણી આપી કે આ પુસ્તક વેચશે તો હવે દુકાન પણ સળગશે

હિંદુ સમાજની લાગણીઓ અને ભાવનાને ઠેસ પહોંચે તેવા હિંદુ દેવી-દેવતાના અશ્લિલ ચિત્રો છાપનાર કામસૂત્ર નામના પુસ્તકનો ગુજરાત બજરંગદળે વિરોધ કર્યો હતો. બજરંગદળના નેતાઓ અને કાર્યકર્તાઓએ બુકસ્ટોલમાંથી પુસ્તક ખરીદી કરી સ્ટોલની બહાર જ પુસ્તકને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈપણ બુક સ્ટોલ પર હવે આ પુસ્તક મળશે તો દુકાન પણ સળગાવી દેવાશે તેવી ચીમકી બજરંગદળે આપી છે.

આ પુસ્તક વેચનારની દુકાન સગળશે
ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિત મહેતાએ જણાવ્યું હતું કે, કામસૂત્ર નામના પુસ્તકમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લિલ ચિત્રો હોવાની જાણ થતાં અમે એક બુક સ્ટોલ પર જઇ અને પુસ્તક સળગાવી વિરોધ કર્યો છે અને હવે કોઈ પુસ્તક વેચશે તો આજે પુસ્તક સળગ્યું છે કાલે દુકાન પણ સળગશે.

અશ્લિલ ચિત્રો હોવાની જાણ થતાં અમે એક બુક સ્ટોલ પર જઇ અને પુસ્તક સળગાવી વિરોધ કર્યો
અશ્લિલ ચિત્રો હોવાની જાણ થતાં અમે એક બુક સ્ટોલ પર જઇ અને પુસ્તક સળગાવી વિરોધ કર્યો

પુસ્તકમાં મુકાયા દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો
કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત એક પુસ્તકમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળી હતી. જેથી ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિત મહેતા, નિપૂર્ણ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ અમદાવાદના એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ પુસ્તક ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા.

પુસ્તક ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા
પુસ્તક ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા

હિંદુ ધર્મની લાગણી દુભાવતાં ઉગ્ર વિરોધ
હિંદુ દેવી દેવતાઓના આવા ચિત્રોને લઈ હિંદુ ધર્મની લાગણી દુભાવતાં બજરંગ દળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહાર આ પુસ્તક સળગાવી ઉગ્ર વિરોધ કર્યો. તમામ બુક સ્ટોલધારકોને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સથે દુકાન પણ સળગશે.

જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સથે દુકાન પણ સળગશે
જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સથે દુકાન પણ સળગશે
અન્ય સમાચારો પણ છે...