તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ દૂધેશ્વર ખાતે શાહુડી દેખાઈ, વોક-વે પર જતા લોકોને સાવધાન રહેવા અપીલ

અમદાવાદ15 દિવસ પહેલા
રિવરફ્રન્ટ પર દેખાયેલી શાહુડીની તસવીર
  • રિવરફ્રન્ટ પર રેસ્ક્યુના પ્રયાસ દરમિયાન શાહુડી કાદવવાળા વિસ્તારમાં ભાગી ગઈ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ દૂધેશ્વર ખાતે રાત્રિના સમયે રિવરફ્રન્ટ વોક-વેમાં શાહુડી જોવા મળી હતી. તાત્કાલિક હોમગાર્ડના જવાન મોન્ટુ ભાઈએ એનિમલ લાઈફ કેરના વિજય ડાભીનો સંપર્ક કર્યો હતો. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે રાત્રિના સમયે પહોંચી ગયા હતા. રેસ્કયુની તજવીજ હાથ ધરી હતી.

શાહુડી અણીદાર કાંટાથી હુમલો કરી શકે
વિજય ડાભી દ્વારા જણાવાયું હતું કે, શાહુડી ખૂબ જ ઝડપથી દોડતી હતી. વોક વે પર ખાસ કરીને જોવા જઈએ તો તેના શરીરની રચના એવી હોય છે કે તે પોતાના શરીર પર ૩૦ હજાર જેટલા કાંટા લઈને ફરતી હોય છે અને તે પોતાના સુરક્ષા માટે કાંટા ખુલ્લા કરીને પાછળ આવીને હુમલો કરતી હોય છે, અને તેના કાંટા ખૂબ જ અણીદાર હોય છે. જો તે શરીરમાં વાગે તો માણસ ઘાયલ થતા હોય છે. ખુબ જ પ્રયત્નો બાદ રાત્રીના સમયે શાહુડી પકડાઈ નહોતી. શાહુડી નિશાચર હોય છે. શાહુડી રિવરફ્રન્ટના વોક-વેની નીચે પાણીના કાદવ વિસ્તારમાં ભાગી ગઇ હતી.

શરીર પરના અણીદાર કાંટાથી હુમલો કરી શકે શાહુડી
શરીર પરના અણીદાર કાંટાથી હુમલો કરી શકે શાહુડી

રેસ્ક્યુ દરમિયાન કાદવમાં ભાગી ગઈ શાહુડી
વિજય ડાભીનું કહેવું છે કે, કાદવમાં ભાગ્યા બાદ શાહુડી પછી ક્યાંય જોવા મળી નથી, તો રિવરફ્રન્ટ વિસ્તારમાં શાહુડી જોવા મળે તો તેનાથી ગભરાવવું જોઈએ. તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ.