તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્યાગ, સમર્પણ અને પ્રેમનો ત્રિવેણી સંગમ:સુરેન્દ્રનગરના આ લગ્નએ ગુજરાતીઓનાં દિલ જીત્યાં, પતિને વ્હીલચેર પર દોરી કન્યાએ લીધા સાત ફેરા

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
પોરબંદર જિલ્લાના મોરાણા ગામનાં હિનાબા જેઠવા અને મુળીના દિગ્વિજયસિંહ લગ્નબંધનમાં બંધાયાં. - Divya Bhaskar
પોરબંદર જિલ્લાના મોરાણા ગામનાં હિનાબા જેઠવા અને મુળીના દિગ્વિજયસિંહ લગ્નબંધનમાં બંધાયાં.
  • પોરબંદરની દીકરીએ દિવ્યાંગ યુવકનો વિડિયો જોઈ સાત-સાત જન્મનો સાથ નિભાવવા નિર્ણય કર્યો

આપણે સૌએ દીકરી વ્હાલનો દરિયો એવું દરરોજ સાંભળતા રહીએ છીએ, પરંતુ દીકરીઓ ત્યાગ અને સંઘર્ષની પણ અનેક મિસાલો પૂરી પાડે છે. તાજેતરમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. કોઈપણ યુવતી મોટે ભાગે રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ કરે છે, પરંતુ પોતામાં કોઈ ખોટ ન હોવા છતાં દિવ્યાંગ મુરતિયો પસંદ કરવાનું સાહસ તો કોઈ ક્ષત્રિયાણી જ કરી શકે. 30મી નવેમ્બરે રોજ સુરેન્દ્રનગરના ગાયત્રી મંદિરમાં યોજાયેલા એક લગ્નએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તેમજ લગ્નવિધિનો એક વિડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક દિવ્યાંગ યુવકને વ્હીલચેર બેસાડી એક યુવતી ફેરા ફરતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, વ્હીલચેરને કન્યા જ ધક્કો મારીને ફેરા ફરી હતી. આ વિડિયો વાઈરલ થયા બાદ DivyaBhaskarએ આ નવદંપતી અંગે જાણવા પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ભલભલાને ભાવુક કરી દે એવી વિગતો સામે આવી છે.

લોકો યુવતી માટે ભારોભાર આદર વ્યક્ત કરી રહ્યા છે.
લોકો યુવતી માટે ભારોભાર આદર વ્યક્ત કરી રહ્યા છે.

દિવ્યાંગ યુવકને જોઈ દીકરીએ આખી જિંદગી સાથે વિતાવવાનો નિર્ણય કર્યો
જ્યારે એક દીકરી તેના પરિવારજનોને કહે કે તે જે યુવક સાથે લગ્ન કરવા માગે છે તે દિવ્યાંગ છે. આમ છતાં તેણે આખી જિંદગી તેની સાથે વિતાવવા માગે ત્યારે કોઈપણ દીકરીનાં માતા-પિતા હચમચી જાય છે, પરંતુ એક ક્ષત્રિયની દીકરીએ આવું સાહસ બતાવ્યું. તેના આ નિર્ણયની હાલ સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે અને યુવતી માટે ભારોભાર આદર વ્યક્ત કરી રહ્યા છે. દિવ્યાંગ યુવક સાથે સંસાર શરૂ કરવાના સોણલા જોનારી આ દીકરી એટલે પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવા.

કન્યા સોળ શણગાર સજી લગ્ન મંડપમાં આવી અને વ્હીલચેરમાં બેસેલા યુવક સાથે ફેરા ફરી
હિનાબાએ સુરેન્દ્રનગરના દિવ્યાંગ યુવક દિગ્વિજયસિંહ પરમાર સાથે 30મીએ ગાયત્રી મંદિરમાં ચોરીના ચાર ફેરા ફર્યાં હતાં. આ ફેરા મારે હિનાબા સોળ શણગાર સજીને જ્યારે વરરાજા વ્હીલચેરમાં લગ્ન મંડપમાં આવ્યા હતા. ત્યાર બાદ હિન્દુ રીતિ-રિવાજ મુજબ તેમનાં લગ્ન શરૂ થયાં હતાં તેમજ ફેરા ફરતી વખતે હિનાબાએ પોતે જ વરરાજાની વ્હીલચેર ચલાવીને ચોરીના ફેરા લીધા હતા.

હિનાબાએ વિડિયો જોયો અને તેમની દિગ્વિજયસિંહ સાથે વાતચીત શરૂ થઈ.
હિનાબાએ વિડિયો જોયો અને તેમની દિગ્વિજયસિંહ સાથે વાતચીત શરૂ થઈ.

દીકરીનો પરિવાર શરૂઆતમાં લગ્ન માટે તૈયાર નહોતો
આ લગ્ન અંગે DivyaBhaskarએ સુરેન્દ્રનગરના મૂળી ગામના વતની યુવક એવા દિગ્વિજયસિંહ પરમારના પિતા રઘુવીરસિંહ પરમાર સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો દિગ્વિજયસિંહ પગેથી દિવ્યાંગ છે. તે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યો છે. તેનો વિડિયો થોડા સમય પહેલાં ફરતો થયો હતો. આ સમયે પોરબંદરનાં હીનાબાએ વિડિયો જોયો અને તેમની અને મારા દીકરા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ લગ્નની વાત આવી ત્યારે મેં હિનાના પરિવારને મારા દીકરા વિશે વાત કરી હતી, પરંતુ દીકરો દિવ્યાંગ હોવાથી સ્વાભાવિક હતું કે દીકરીનો પરિવાર પણ આ લગ્ન માટે એકદમ તૈયાર ન થાય, પરંતુ થોડા સમય બાદ તેમનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો અને અમે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો