તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલની વધુ 1 ગુનામાં ધરપકડ, ખેડૂતોની જમીન પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિના નામે કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રમણ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
રમણ પટેલની ફાઇલ તસવીર
  • ટ્રાન્સફર વોરંટના આધારે સોલા પોલીસે ધરપકડ કરી હતી

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલની સોલા હાઈકોર્ટ પોલીસે બુધવારે સાંજે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. રમણ પટેલે ધી સોમેશ્વર દર્શન કો.ઓ. હાઉસિંગ સોસાયટી શરૂ કરી હતી. જેમાં ખેડૂતોની પચાવી પાડેલી જમીનો તેમના પારિવારિક મિત્ર સંદિપ પ્રજાપતિના નામે ટ્રાન્સફર કરી છેતરપિંંડી કરી હતી.

6 લોકોએ જમીન પચાવવાની ફરિયાદ નોંધાવી
પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ વિરુદ્દ તેમના પૂત્રવધુ ફીઝુ એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જુદા-જુદા ખેડૂતોએ રમણ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર અને સોલા હાઈકોર્ટ પોલીસમાં જમીનો પચાવી પાડવાની 6 ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાઓમાં પોલીસે રમણ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે રમણ પટેલે ખેડૂતોની જમીન પરિવારના સભ્યો અને પારિવારીક મિત્ર સંદિપ કેશવલાલ પ્રજાપતિના નામે કરવા માટે ધી સોમેશ્વર દર્શન કો.ઓ.હાઉસિંગ સોસાયટી બનાવી હતી. જેમાં સંદિપ પ્રજાપતિ ચેરમેન હતા.

પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી કાર્યવાહી હાથ ધરી
રમણ પટેલે ખેડૂતોની જમીનો આ સોસાયટીના નામે ચડાવી પચાવી પાડી હતી. જોકે, રમણ પટેલ અને સંદિપ પ્રજાપતિએ જમીનની લેતી-દેતીના હિસાબો સહકારી મંડળ સમક્ષ રજૂ કર્યા ન હતા. જેથી સબ ઓડિટર દિનેશકુમાર ચૌહાણે તેમને હિસાબો રજૂ કરવા નોટિસો પણ આપી હતી. તેમ છતાં તેમના દ્વારા હિસાબો રજૂ કરવામાં નહીં આવતા આખરે દિનેશકુમાર ચૌહાણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ અને સંદિપ પ્રજાપતિ સહિતના સોસાયટીના હોદ્દેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, અગાઉના થયેલી ફરિયાદોના આધારે પોલીસે રમણ પટેલની ધરપકડ કરી હોવાથી તે હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતા. જેથી બુધવારે સોલા પીઆઈ જે.પી.જાડેજાએ ટ્રાન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તજવીજ શરૂ કરી વધુની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...