તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IT વિભાગના દરોડા:પોપ્યુલર બિલ્ડરનું 4 હજાર કરોડનું જમીનકૌભાંડ પકડાયું, થલતેજ, શીલજ, આંબલી સહિતની 4.22 લાખ ચો.મીટર જમીન પડાવી પાડી હતી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રમણ પટેલની તસવીર. - Divya Bhaskar
રમણ પટેલની તસવીર.
 • રમણ પટેલ સામે ગુનો નોંધવા ઇન્કમટેક્સના ડાયરેક્ટરે પોલીસ કમિશનરને પત્ર લખ્યો
 • બેનામી ખેતી મંડળીઓ રચી થલતેજ, શીલજ, આંબલી જેવા પોશ વિસ્તારની 4,22,178 ચોમી જમીન હડપ કરી
 • ખેતી સહકારી મંડળીની જમીન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તબદિલ કરી

પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ જુદી જુદી ખેતી મંડળી બનાવીને થલતેજ, આંબલી અને શીલજમાં 4.22 લાખ ચોરસમીટર જમીન પડાવી પાડી હોવાની માહિતી બહાર આવી છે. ઈન્કમટેક્સે રમણ પટેલના મિત્રના ઘરે દરોડો પાડીને આ જમીનોના ડોકયુમેન્ટસ કબજે કર્યા હતા. થલતેજ, શીલજ અને આંબલીમાં આવેલી પોપ્યુલર ગ્રુપની જમીનની બજારકિંમત રૂ.4 હજાર કરોડ કરતાં વધુ છે. ઈન્કમટેક્સ કમિશનરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને રમણ પટેલની બેનામી સંપત્તિ વિશે માહિતી આપી છે, જેને આધારે વસ્ત્રાપુર, સોલા, સેટેલાઈટ અને બોપલ પોલીસે ગુના દાખલ કરશે.

પરિવારના સભ્યોનાં નામના જમીનના દસ્તાવેજો હોવાનો ઘટસ્ફોટ થયો
ઈન્કમટેક્સ વિભાગે 8 ઓક્ટોબરે રમણ પટેલના સાગરીત ભરત પટેલના ઘરે સર્ચ કરી પરિવારના સભ્યોનાં નામના જમીનના ડોક્યુમેન્ટ અને ફાઈલો જપ્ત કર્યાં હતાં, જેની તપાસ કરાતાં થલતેજ, શીલજ અને આંબલી ગામની 4.22 લાખ ચોરસમીટર બેનામી જમીન મળી આવી હતી. ઈન્કમટેક્સે આ અંગે ભરત પટેલનું 132(4) હેઠળ નિવેદન લીધું હતું, જેમાં આ જમીન પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોનાં નામની હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધશે
આ તમામ જમીન રમણ પટેલે જુદી જુદી ખેતી સહકારી મંડળી બનાવીને તેમના નામે અને એમાંથી પોતાના પરિવારના સભ્યોનાં નામે ટ્રાન્સફર કરી દીધી હતી, જેમાં થલતેજની 2,89,441 ચોરસમીટર, શીલજની 1,06,028 ચોરસમીટર અને આંબલીની 26,709 ચોરસમીટર જમીન મળીને કુલ 4,22,178 ચોરસમીટર જમીન હડપ કરી છે. આ ડોક્યુમેન્ટ્સમાંથી જે સરવે નંબરો મળી આવ્યા હતા એ સાથેની એક યાદી ઈન્કમટેક્સ કમિશનરે પોલીસ કમિશનરને મોકલી આપી છે, જેના આધારે વસ્ત્રાપુર, સોલા, સેટેલાઈટ અને બોપલ પોલીસે આ જમીનો હડપ કરવા અંગે રમણ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદો નોંધવા તજવીજ શરૂ કરી છે.

ખેતી સહકારી મંડળીની જમીન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તબદિલ કરી
થલતેજ, આબંલી, શીલજની ખેતીલાયક જમીનોને મેળવીને તેનાં પોતાનાં જ સગાં-સંબંધીઓનાં નામે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બનાવી દેવાઈ છે. ગુજરાત એગ્રિકલ્ચર એન્ડ સિલિંગ એકટ-1960ની કલમ 6,7નો સરેઆમ ભંગ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, રજિસ્ટ્રાર ઓફ સોસાયટીની પૂર્વમંજૂરી લીધા વગર જ કો-ઓપરેટિવ સોસાયટીના મેમ્બરનાં નામ બદલી કાઢ્યાં હતાં. પોપ્યુલર ગ્રુપે 1990થી ખેતીની જમીન ખરીદવા સરસ્વતી સ્મૃતિ સહકારી ખેતી મંડળી રચી હતી. જમીન બાદમાં સારંગ કો-ઓપરેટિવ સોસાયટી બનાવી એમાં ટ્રાન્સફર કરતા અને ત્યાર બાદ બીજી 16 કો-ઓપરેટિવ સોસાયટી બનાવી જમીનો પોતાના નામે કરી લેતા હતા.

ડમી નામે જમીન ટ્રાન્સફર થતી હતી
ખેતીલાયક જમીન મેળવીને એના પર કો-ઓપરેટિવ સોસાયટી બનાવીને જે લોકો ખેડૂત જ નથી તેવા લોકોને નામે દસ્તાવેજો તૈયાર કરી દીધા. એના માટે કલેકટરની મંજૂરી પણ ન લેવાઇ. પોપ્યુલર ગ્રુપ દ્વારા 1990થી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી એમઓયુના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. પહેલાં બોગસ લોકોને મેમ્બર બનાવી પોતે પૈસા આપી જમીન-મકાનની ખરીદી કરતા હતા.

સરસ્વતી કો-ઓપ.નું નામ વારંવાર બદલ્યું
વર્ષ-2002માં સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ભાગ-1ને 6 ભાગમાં વિભાજિત કર્યા. 2003માં સરસ્વતી સ્મૃતિ કો-ઓ હા સોસાયટીના પાર્ટ-6ને નવું નામકરણ કરીને સાંરગ કો-ઓ સોસાયટી કરવામાં આવ્યું. નોંધનીય છે કે થલતેજમાં આવેલી 1,11,178 ચોમી જમીન પૈકી 82128 ચોમી જમીન પોપ્યુલર ગ્રુપના નામે કરી દેવામાં આવી હતી, જયારે 29050 ચોમી જમીન અન્ય ખરીદદારને નામે કરવામાં આવી હતી.

જમીન ખરીદવા સહકારી મંડળીને ફંડ આપ્યું હતું
મળી આવેલા કેટલાક દસ્તાવેજોને આધારે એવું પ્રસ્તાવિત થાય છે કે પોપ્યુલર ગ્રુપ દ્વારા અનેક કૃષિ સહકારી મંડળી( જેવી કે સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટિવ) ડમી સભ્યો સાથે ઊભી કરવામાં આવી હતી. આવી મંડળીઓને મોટા પ્રમાણમાં જમીન ખરીદવા ફંડ આપવામાં આવ્યું હતું, જે બેનામી ટ્રાન્ઝેકશન હતા. ઈન્કમટેક્સે ટાંચમાં લીધેલી 600 કરોડની જમીન અમદાવાદમાં છે, જ્યારે 400 કરોડની જમીન અમદાવાદ આસપાસ છે. ઈન્કમટેક્સની ટીમોએ 9 ઓક્ટોબરે 27 સ્થળે એકસાથે દરોડા પાડ્યા હતા, આઈટી વિભાગે પોપ્યુલર ગ્રુપને 570 નોટિસ આપી છે. પોપ્યુલર ગ્રુપ પાસે 30 લાખ ચોરસમીટર જમીન હોવાનો અંદાજ છે.

ભૂતિયા નામોએ સોસાયટી બનાવી જમીન બારોબાર વેચી દીધી
એફિડેવિટ અને જમીન વેચાણમાં એવી પણ વિગતો બહાર આવી છે કે થલતેજની સાંરગ કો-ઓ હાઉસિંગ સોસાયટીવાળી 1454 ચોમી અને 6070 ચોમી જગ્યા રમણદાસ ભોળીદાસ પટેલ અને તેના પરિવારજનોને નામે કરવામાં આવી હતી. દરમિયાન એફિડેવિટથી એવું બહાર આવ્યું છે કે સારંગ કો-ઓપરેટિવ હા. સોસા.ના સેક્રેટરી પ્રથમેશ પટેલે કહ્યું છે કે સરસ્વતી સ્મૃતિ સહકારી મંડળીની આ જગ્યાનું વેચાણ થઈ ગયું છે. બીજી તરફ સરસ્વતી સ્મૃતિ સહકારી મંડળી અગાઉ પાંચ ભાગમાં વિભાજિત થઇ હતી અને જ્યારે વેચાણ થયું ત્યારે મૂળ કો-ઓપરેટિવ સોસાયટીનું અસ્તિત્વ જ નહોતું, જે સ્પષ્ટ કરે છે કે આ જમીનનું વેચાણ રમણ પટેલ, છગન પટેલ અને તેના પરિવાર દ્વારા ષડયંત્ર અને છેતરપિંડી દ્વારા કરાયું હતું.. કો-ઓપરેટિવ સહકારી સોસાયટી દ્વારા તેના વાર્ષિક હિસાબો યોગ્ય રીતે કરાયા નહોતા. પોપ્યુલર ગ્રુપના માલિકો બોગસ જમીન ખરીદનાર માલિકોને પોતાને ત્યાં નોકરી રાખતા અથવા 1 ટકો કમિશન આપતા. મોટા ભાગે તેઓ નજીકના સંબંધી, અંગત વિશ્વાસુના નામે પ્રોપર્ટીની ખરીદી કરતા હતા. અમદાવાદ નજીકના સાણંદ-કલોલ રોડ પરના કેલિયા વાસણા, ગરોળિયા ઇયાવા સહિતના વિસ્તારની 49 ઉપરાંત 14 મળી કુલ 63 પ્રોપર્ટી અગાઉ ટાંચમાં લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો