તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટની કાર્યવાહી:SG હાઇવે પર ગુંજન પેઇન્ટ્સના માલિકની 3 કરોડની ઓફિસ પડાવવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
રમણ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
રમણ પટેલની ફાઇલ તસવીર

એસજી હાઇવે પર થલતેજના ન્યૂયોર્ક ટાવરમાં ગુંજન પેઇન્ટ્સના માલિકની રૂ. ત્રણ કરોડની ઓફિસ પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે જામીન અરજી કરી હતી. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે ગંભીર પ્રકારના શારીરિક સંબંધના કેટલાક ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં સેવેલી શંકા અને કેસની તપાસ હજી ચાલતી હોવાથી તેમને જામીન પર મુક્ત કરવા યોગ્ય નથી.

1998માં સંપત્તિ ભાડે રાખી હતી
પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 1998માં ગુંજન પેઇન્ટ પાસેથી આરોપીઓએ થલતેજના ન્યૂયોર્ક ટાવર ખાતે આવેલી સંપત્તિ ભાડે લીધી હતી. દર ત્રણ વર્ષે 15 ટકા લેખે વધારવાના હતા. તેમજ ટેક્સ પણ આરોપી દ્વારા ભરવામાં આવતો હોવાની દલીલ કરવામાં આવી હતી. 2015માં ઓફિસ માલિક ગોવિંદભાઈએ ભાડામાં 10 હજાર રૂપિયાનો વધારા કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જાન્યુઆરીમાં માણસો બોલાવી વિવાદ કર્યો હતો
જાન્યુઆરી 2020માં આરોપીએ માણસો બોલાવી ગાળો આપી તે મિલકત સબંધી વ્યવહાર અંગે સિવિલ કોર્ટમાં દાવો હાલ પેન્ડિંગ છે. ફરિયાદીએ ચાલુ સપ્ટેમ્બર મહિનાનો ઇલેક્ટ્રિક બિલ ભરવા માટેનો ચેકનો પણ સ્વીકાર ન કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો