તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોપ્યુલર બિલ્ડર ગ્રુપની સિંધુભવન રોડ પર આવેલી SBR ફૂડ કોર્ટ કોર્પોરેશને તોડી પાડી, સરકારે જમીન ખાલસા કરી નાખી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
SBR ફૂડ કોર્ટથી જાણીતા ફૂડ સ્ટોલ હતાં ત્યાં હવે ખુલ્લી જમીન થઈ ગઈ છે. - Divya Bhaskar
SBR ફૂડ કોર્ટથી જાણીતા ફૂડ સ્ટોલ હતાં ત્યાં હવે ખુલ્લી જમીન થઈ ગઈ છે.

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના બિલ્ડર રમણ અને દશરથ પટેલની સિંધુ ભવન રોડ પર ગોટિલા ગાર્ટન સામે એસ.બી.આર. સોશિયલ નામથી ઓળખાતા ફૂડ કોર્ટવાળી જગ્યાની 21000 ચોરસમીટરની કરોડો રૂપિયાની જમીન ખાલસા કરી છે. આ ફૂડ કોર્ટમાં કોમર્શિયલ ઉપયોગ માટેના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના ગેરકાયદેસર બાંધકામ તથા 52 જેટલા ફૂડ સ્ટોલ મળી કુલ 44,000 ચોરસ ફૂટના બાંધકામને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે દૂર કર્યુ છે. SBR ફૂડ કોર્ટથી જાણીતી ફૂડ સ્ટોલની જગ્યા હવે ત્યાં ખુલ્લી જમીન થઈ ગઈ છે.

AMCનું જેસીબી ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું.
AMCનું જેસીબી ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું.

ખેતીની જમીન ખરીદી શકે તેમ ન હોવા છતાંય પૂર્વ મંજૂરી લીધા વિના ગણોતધારાની કલમ 63ની જોગવાઈનો ભંગ કરીને શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને નામે જમીન ખરીદી આ ગેરરીતેને છુપાવવા મંડળીને શ્રી સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રૂપાંતરિત કરીને ગેરરીતિ આચર્યા બાદ આ જમીન પોતાના નામે ચઢાવી દેનાર રમણ પટેલના કબજાની સિંધુભવન રોડ પર તાજ હોટેલની નજીક આવેલી અંદાજે 21000 ચોરસ મીટરથી વધુ જમીન શ્રી સરકાર કરી દેવાનો હુકમ 28મી ઓક્ટોબરે ઘાટલોડિયાના મામલતદાર અને કૃષિપંચ અધિકારી એસ.જે.રબારીએ કર્યો હતો.

ગેરકાયદે માળખાને તોડી પડાયુંં.
ગેરકાયદે માળખાને તોડી પડાયુંં.

પાલડીમાં શાંતિ વન બસ સ્ટેન્ડ પાસે પુરોહિત ચવાણા માર્ટ નામે પ્રચલિત દુકાનના આગળની માર્જિનની જગ્યા 300 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી છે. વાસણામાં સ્વામિનારાયણ પાર્ક-2ની પાસે આવેલી જગ્યામાં 16 જેટલા રહેઠાણના દબાણો દૂર કરીને અંદાજે 2,000 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કર્યોછે. અંજલિ બ્રિજ પાસે આવેલા સુસ્મિતા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પાછળના માર્જિનની જગ્યામાં 450 ચોરસ ફૂટ અને સારાંશ ગ્રીનફ્લેટમાં સાઇડ માર્જિનમાં 350 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી છે. પૂર્વ વિસ્તારમાં નિકોલમાં કઠવાડા ચોકડી પાસેનું દબાણ કરીને 1,400 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરી 5,484 ચોરસ મીટરનો મ્યુનિસિપલ રિઝર્વેશન પ્લોટ ખુલ્લો કર્યો છે.

ગેરકાયદે શેડના બાંધકામને દૂર કરવામાં આવ્યું.
ગેરકાયદે શેડના બાંધકામને દૂર કરવામાં આવ્યું.

પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ AMCના દક્ષિણ ઝોનમાં આવેલી ફેક્ટરીમાં AMC અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં લાંભા વોર્ડમાં કુલ 11 યુનિટોને ફાયર સેફ્ટીના સંદર્ભમાં સીલ કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારનું 1,420 ચોરસ ફૂટનું બિનઅધિકૃત બાંધકામ દૂર કરાયું છે.

લાંભા વોર્ડમાં કુલ 11 યુનિટોને ફાયર સેફ્ટીના સંદર્ભમાં સીલ કરવામાં આવ્યા.
લાંભા વોર્ડમાં કુલ 11 યુનિટોને ફાયર સેફ્ટીના સંદર્ભમાં સીલ કરવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...