તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Popular Builder Group's Chhagan Patel's Son Prathamesh Patel Pledges Against Rajpath Club's Membership Club Rules, Members Demand Action

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે રાજપથ કલબની મેમ્બરશીપ કલબના નિયમ વિરુદ્ધ ગીરવે મૂકી, મેમ્બરોએ કાર્યવાહીની માંગ કરી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • મેમ્બરોએ રજીસ્ટર એડીથી પ્રમુખને પત્ર લખી પ્રથમેશ સામે કાર્યવાહી કરવા અને સભ્યપદ રદ કરવા સુધીની માગ કરી
  • સાણંદના વ્યક્તિ પાસે મેમ્બરશીપ ગીરવે મૂકી પૈસા લીધા હોવાનો પત્રમાં ઉલ્લેખ
  • આવા લોકોથી કલબની છબી ખરડાય અને ક્લબના નામે પૈસા પડાવતા હોવાનો મેમ્બરોનો આક્ષેપ

અમદાવાદ શહેરના પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે શહેરની પ્રતિષ્ઠિત કલબ એવી રાજપથ કલબની મેમ્બરશિપ કલબના નિયમ વિરુદ્ધ સાણંદના એક વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને રૂપિયા લીધાં હોવાનો કલબના સભ્યોએ રાજપથ કલબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલને પત્ર લખી જાણ કરી છે. ગીરો ખત અને મેમ્બશીપ ગીરો મૂકી હોવાનુ ધ્યાને આવતાં કલબના મેમ્બરોએ રજીસ્ટર એડી કરેલા પત્રમાં જાણ કરી છે કે રાજપથ કલબની છબી ખરડાય, કલબના નામે પૈસા પડાવી અને કલબના નિયમ વિરુદ્ધ પ્રથમેશ પટેલે કલબની મેમ્બશીપ વર્ષ 2018માં 100 રૂપિયાના ગીરો ખત પર મૂકી અને પૈસા લીધા છે અને આ છેતરપિંડીના કારણે પ્રથમેશ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.

રાજપથ ક્લબના પ્રમુખે શું કહ્યું?
રાજપથ કલબના પ્રમુખ જગદીશ પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલબના મેમ્બરોએ પ્રથમેશ પટેલે કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી હોય એ બાબતે કોઈ પત્ર મને મળ્યો નથી અને કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી શકાય નહીં માત્ર વેચી કે ટ્રાન્સફર કરી શકાય છે. ગીરવે મુકાય એમ જ નથી તો કાર્યવાહી કોઈ થાય તેમ નથી રાજપથ કલબના મેમ્બરોએ પ્રમુખ જગદીશભાઈ પટેલને રજીસ્ટર એડીથી રાજપથ કલબના નામે પૈસા પડાવવા, કલબની છબી ખરડાવવા અને કલબના નિયમોના ઉલ્લંઘનને લઈ પત્ર મોકલ્યો છે.

મેમ્બરોએ લખેલો પત્ર
મેમ્બરોએ લખેલો પત્ર

ક્લબનું સભ્યપદ ગીરો ખત કરવું એ કલબના નિયમ વિરુદ્ધ
પત્રમાં જણાવ્યું છે કે પ્રમુખ, સેક્રેટરી અને બોર્ડના ડીરેક્ટરના નેતૃત્વમાં કલબ સારી રીતે ચાલી રહી છે. આપણી ક્લબમાં અમદાવાદ શહેરમાં નામચીન અને ગુનાખોરીમાં આગવું નામ ધરાવતાં પોપ્યુલર બિલ્ડર પરિવારના લોકો સભ્ય છે. તેમાંના પોપ્યુલરના માલિક છગનભાઈ પટેલનો દીકરો પ્રથમેશ છગનભાઈ પટેલ (સભ્યપદ નંબર 26211) સભ્યપદનો ખોટો ઉપયોગ પૈસા પડાવવા કરે છે. પ્રથમેશ પટેલ સભ્યપદને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ગીરો ખત કરી અને લોકો પાસેથી પૈસા પડાવે છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોઈપણ રીતે ક્લબનું સભ્યપદ ગીરો ખત કરવું એ કલબના નિયમ વિરુદ્ધ છે.

ક્લબના નિયમ મુજબ મેમ્બરશિપ ટ્રાન્સફર થાય
પત્ર મળ્યો છે, પણ મેનેજમેન્ટ સામે આ પત્ર મૂકવાનો બાકી છે. ક્લબની મેમ્બરશિપ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ક્લબે નક્કી કર્યા મુજબ મેમ્બરશિપ ટ્રાન્સફર થાય છે. - અમિત પટેલ, જનરલ મેનેજર, રાજપથ કલબ

મેમ્બરોએ મુહિમ ચલાવવાની ચીમકી આપી
આજ રીતે છેતરપીંડીના કારણે પ્રથમેશ છગનભાઈ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. આ લોકો ક્લબને લાંછન લાગે તેવું કામ કરે છે. તો તેઓ પાસેથી આપશ્રીએ ખુલાસો માગવો જોઈએ અને જરૂર પડયે પ્રથમેશ પટેલનું સભ્યપદ રદ કરવું જોઈએ. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો આ લોકો પર કોઈ કાર્યવાહી નહિ થાય તો અમે મેમ્બરો ભેગા મળી અને મુહિમ ચલાવીશું અને સભ્યપદ રદ કરાવીશું.

મેમ્બરશીપને ટ્રાન્સફર કરવી હોય તો લાંબી પ્રક્રિયા
રાજપથ કલબના સભ્યએ નામ ન આપવાની શરતે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમેશે કલબની મેમ્બરશીપને સાણંદના વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને રૂપિયા લીધા છે અને છેતરપીંડી પણ કરી છે જેથી આ મામલે તેની સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ છે. આ રીતે મેમ્બરશિપ ગીરવે મૂકી શકાય નહીં. મેમ્બરશીપને ટ્રાન્સફર કરવી હોય તો લાંબી પ્રક્રિયા હોય છે જેમાં પ્રમુખ સહિત બોર્ડમાં રજુઆત કરવી પડે છે બાદમાં તેઓનો ઇન્ટરવ્યૂ થાય છે અને પછી મેમ્બરશીપ અન્યને વેચી શકાય છે પરંતુ પ્રથમેશે તો મેમ્બરશીપ બીજાને ગીરો આપી છે જેથી કલબના મેમ્બરોએ પત્ર લખી જાણ કરી છે. હજી તો આવી એક જ ગીરો ખત સામે આવ્યો છે. અન્યને પણ આ રીતે ડોક્યુમેન્ટ મૂકી પૈસા પડાવ્યા હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો