તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈફેક્ટ:અમદાવાદમાં બે ટંકનો લોટ મેળવવા ગરીબોએ લીમડાના મોર વેચવાનું શરૂ કર્યું, બે દિવસથી જમવાનું મળ્યું નથી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ : કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે સમગ્ર જન જીવન ખોરવાયું છે. દેશનો ગરીબ વર્ગ જે રોજ કમાઈને રોજ ખાય છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં સાબરમતી ટોરેન્ટ પાવર પાસે ચીમનભાઈ બ્રિજ નીચે છાપરાંમાં રહેતા ગરીબોને બે દિવસથી બે ટંકનું જમવાનું મળ્યું નથી. રોજની કમાણી બંધ થતાં હવે પૈસા કમાઈ થોડો લોટ લાવી ખાવા માટે લીમડાના મોર વેચવાનું શરૂ કર્યું છે. લીમડાના ઝાડ પરથી મોર તોડી અને ભેગા કરી બ્રિજ પર વેચવાનું શરૂ કર્યું છે. છાપરાંમાં રહેતા ચંદાબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે રોજ લાવીને રોજ ખાઈએ છીએ બે દિવસથી જમવાનું નથી મળ્યું. છોકરાઓને ખવડાવવા માટે પણ પૈસા નથી માટે મોર વેચી 50- 100 રૂપિયા કમાઈ કરીયાણું લાવી ખવડાવી શકીએ. કોઈ અમને જમવાનું પણ આપી જતા નથી. અમારા જેવા ગરીબોને કોઈ મદદ કરે તો સારું જેથી અમારા છોકરાઓને અમે બે ટાઈમ ખવડાવી શકીએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો