કોરોના ઈફેક્ટ / અમદાવાદમાં બે ટંકનો લોટ મેળવવા ગરીબોએ લીમડાના મોર વેચવાનું શરૂ કર્યું, બે દિવસથી જમવાનું મળ્યું નથી

Poor started selling Neem blooms in Ahmedabad to get two time food
X
Poor started selling Neem blooms in Ahmedabad to get two time food

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 12:08 PM IST
અમદાવાદ : કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે સમગ્ર જન જીવન ખોરવાયું છે. દેશનો ગરીબ વર્ગ જે રોજ કમાઈને રોજ ખાય છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં સાબરમતી ટોરેન્ટ પાવર પાસે ચીમનભાઈ બ્રિજ નીચે છાપરાંમાં રહેતા ગરીબોને બે દિવસથી બે ટંકનું જમવાનું મળ્યું નથી. રોજની કમાણી બંધ થતાં હવે પૈસા કમાઈ થોડો લોટ લાવી ખાવા માટે લીમડાના મોર વેચવાનું શરૂ કર્યું છે. લીમડાના ઝાડ પરથી મોર તોડી અને ભેગા કરી બ્રિજ પર વેચવાનું શરૂ કર્યું છે.
છાપરાંમાં રહેતા ચંદાબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે રોજ લાવીને રોજ ખાઈએ છીએ બે દિવસથી જમવાનું નથી મળ્યું. છોકરાઓને ખવડાવવા માટે પણ પૈસા નથી માટે મોર વેચી 50- 100 રૂપિયા કમાઈ કરીયાણું લાવી ખવડાવી શકીએ. કોઈ અમને જમવાનું પણ આપી જતા નથી. અમારા જેવા ગરીબોને કોઈ મદદ કરે તો સારું જેથી અમારા છોકરાઓને અમે બે ટાઈમ ખવડાવી શકીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી