અમદાવાદીઓ સાવધાન:દિવાળીમાં ફટાકડા અને વાહનોના ધૂમાડાથી પ્રદૂષણનું સ્તર લોકડાઉન સમયથી ત્રણ ગણું વધી ભયાનક સ્તરે પહોંચશે

અમદાવાદએક મહિનો પહેલા
  • લોકડાઉનમાં અમદાવાદમાં AQI 72 સુધી પહોંચ્યો હતો, જે આ વર્ષે દિવાળી પર 226 સુધી પહોંચશે
  • 2.5 સુધીના પાર્ટિકલ મોલિક્યુલ શરીરમાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ઉધરસ જેવી સમસ્યા થઈ શકે

દર વર્ષે દિવાળીના તહેવારમાં પ્રદૂષણ વધતી રહે છે. પરંતુ કોરોનાના સમયે અમદાવાદ શહેરમાં લાગુ કરાયેલા લોકડાઉન વખતે હવા એકદમ સ્વચ્છ બની ગઈ હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા અને વેપાર ધંધામાં વેગ આવવાની સાથે દિવાળીના તહેવારની પણ ઉજવણી ચાલી રહી છે ત્યારે વાહનોના વધુ પડતા ઉપયોગ અને ફટાકડાના પ્રદૂષણના કારણે ત્રણ ગણું વધીને ભયજનક સ્તર સુધી પહોંચી રહ્યું છે. જે આગામી દિવસમાં ગંભીર સ્થિતિ થઈ શકે છે.

લોકડાઉનમાં સ્વચ્છ બની હતી અમદાવાદની હવા
લોકડાઉન વખતે જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં એક ક્વોલિટી ઈન્ડેક્સ ( AQI) ઘટીને 72 સુધી પહોંચી ગયો હતો. જોકે ધીમે ધીમે વેપાર-ધંધા તથા વાહનોનો ઉપયોગ સાથે દિવાળી નજીક આવતા ફટાકડા ફોડવાના કારણે ફરીથી તે જ ભયજનક સ્તર સુધી પહોંચી રહ્યો છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના તાજેતરના ડેટા મુજબ, અમદાવાદમાં આ વર્ષે 3 નવેમ્બર 2021 પર AQI 133 હતું જે દિવાળીના દિવસે વધીને 226 સુધી પહોંચી શકે છે.

છેલ્લા 2 વર્ષ દરમિયાન દિવાળી બાદ AQI કેટલો હતો?
વર્ષે કોરોનાના કેસો ઘટતા દિવાળી પર પ્રતિબંધો હળવા થયા છે તથા નાઈટ કર્ફ્યૂમાં છૂટછાટ અપાઈ છે. બીજી તરફ ફટાકડાનું પણ ગત વર્ષ કરતા આ વખતે 30 ટકા વધુ વેચાણ થયું છે. એવામાં દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે અમદાવાદની હવા ખરાબ થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં દિવાળી દરમિયાન એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર કરીએ તો, 2019માં દિવાળી બાદ અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 102 હતો, જ્યારે 2020માં દિવાળી બાદ તે 228 હતો. ફટાકડા હવામાં રહેલી ડસ્ટ અને પોલ્યુટન્ટ્સને વધારી દે છે. સાથે જ ફટાકડામાં રહેલા અલગ-અલગ કેમિકલ્સ વિસ્ફોટ પછી હવામાં ભળી જાય છે. જેનાથી હવાતો પ્રદૂષિત થાય જ છે, સાથે તે સ્વાસ્થ્ય માટે પણ જોખમ પેદા કરે છે.

પ્રદૂષિત હવાથી શરીર પર કેવી અસર થઈ શકે?
પ્રદૂષિત હવામાં પાર્ટિકલ મોલિક્યુલ (PM) 2.5, PM 10 ફેલાય છે. જે નરી આંખે પણ જોઈ શકાતા નથી. આ કણો શરીરમાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ઉધરસ, સરદી તથા શરીરમાં થાક લાગવો જેવી સમસ્યા થઈ શકે છે. ફટાકડાના પ્રદૂષણથી હવામાં એક પ્રકારનો ઝેરી ધુમાડો ફેલાય છે. કોરોનાથી સાજા થયા હોય તેવા વ્યક્તિઓએ આ ધુમાડાથી ખાસ બચવું જોઈએ.

કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાથી ગૂંગળામણ થઈ શકે
ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે, જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. સિનિય૨ સિટિઝન્સે આ દિવાળીએ ફટાકડા ફૂટતા હોય ત્યારે બહા૨ નીકળવાનું ટાળવું જોઈએ. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઊભી થશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ત્યારે નાગરિકોએ સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય તેની સાવચેતી પણ રાખવી જરૂરી છે.