આયોજન:ઈસનપુર અને ચાંદખેડા વોર્ડની બે બેઠકો માટે આજે મતદાન, ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 42, ચાંદખેડામાં 39.42 ટકા મતદાન થયું હતું

ઈસનપુર અને ચાંદખેડા વોર્ડમાં ખાલી પડેલી બે બેઠકો માટે રવિવારે મતદાન થશે. ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર થશે. ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર 100686 મતદારો તેમનું ભાવિ નક્કી કરશે. જેમાં 51997 પુરૂષો અને 48689 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 41.98 ટકા જેટલું મતદાન થયું હતું.

ચાંદખેડામાં એક મહિલા કોર્પોરેટેરે વ્યક્તિગત પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાશે. અહીં 4 ઉમેદવારો મેદાનમાં છે. ચાંદખેડામાં 103670 મતદારો છે. જેમાં 53473 પુરૂષો અને 50197 મહિલાઓનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં ચાંદખેડામાં 39.42 ટકા જેટલું મતદાન થયું હતું. બંને ખાલી જગાઓ પર અગાઉ ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ત્યારે હવે ફરીથી આ બંને બેઠકો પર કોની જીત થાય છે તે બાબતે તમામની નજર મંડાયેલી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપે ઉમેદવારો ઉતારતા પેટાચૂંટણી રસાકસી ભરી રહેશે. દરમિયાન ચાંદખેડા વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવારે બે મહિનામાં રાજીનામું આપતા જ્યારે ઈસનપુર વોર્ડના કોર્પોરેટરનું અવસાન થતાં ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની નાંદોલ, દસ્ક્રોઇ, સાણંદ તાલુકા પંચાયતની ત્રણ બેઠક, બાવળા, બારેજા, ધંધુકા પાલિકાની બેઠક પર મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...