તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Polling For 6 Municipal Elections In The State Begins, Voters Arrive At Polling Stations Early In The Morning To Cast Their Votes, Tight Police Security

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મનપાનું મતદાન પૂર્ણ:અન‘લોક’શાહી! 48% વોટિંગ, 6 મનપામાં છેલ્લા અઢી કલાક દરમિયાન આશ્ચર્યજનક રીતે મતદાન 21.32% વધી ગયું, 16 વર્ષ પછી સૌથી વધુ મતદાન નોંધાયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં સૌથી ઓછું 42.53%, જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન
 • રૂપાણી નેગેટિવ આવ્યાં, રાજકોટ જઈને મત આપ્યો, સી.આર.એ કહ્યું- જીતીશું તો અમે જ
 • મતદાન સ્લીપો ન મળતા મતદારો અટવાયા, અનેક જગ્યાએ EVM ખોટકાયા
 • મતદાર યાદીમાંથી મતદારોના નામ ગાયબ, બોલાચાલી અને અટકાયતો
 • હવે 28મીએ જિલ્લા અને તાલુકામાં ચૂંટણી યોજાશે

કોરોના સંક્રમણને કારણે 3 મહિના મોકુફ રહ્યાં પછી યોજાયેલી રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. જો કે આંકડામાં હજુ ફેરફારની શક્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 26.83%ની હતી. પરંતુ છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ એર એમ્બ્યુલન્સ દ્વારા મતદાન માટે રાજકોટ ગયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.

6 મનપામાં 16 વર્ષ પછી સૌથી વધુ મતદાન નોંધાયું

2005માં 32.84%

અમદાવાદ30.39%
સુરત39.63%
રાજકોટ39.79%
વડોદરા43.96%
જામનગર43.80%
ભાવનગર39.30%
અમદાવાદ30.39%
સુરત39.63%
રાજકોટ39.79%
વડોદરા43.96%
જામનગર43.80%
ભાવનગર39.30%

​​​​​​​2010માં 43.68%

અમદાવાદ44.12%
સુરત42.33%
રાજકોટ41.06%
વડોદરા44.41%
જામનગર50.35%
ભાવનગર45.25%

​​​​​​​2015માં 45.81%

અમદાવાદ46.51%
સુરત39.93%
રાજકોટ50.40%
વડોદરા48.71%
જામનગર56.77%
ભાવનગર47.49%

​​​​​​​2021માં 48.15%

અમદાવાદ42.53%
સુરત44.52%
રાજકોટ50.75%
વડોદરા47.99%
જામનગર53.64%
ભાવનગર49.47%

​​​​​​​6 મનપામાં ભાજપ 13થી 31 વર્ષથી સત્તામાં

 • 13 વર્ષથી અમદાવાદમાં
 • 16 વર્ષથી વડોદરામાં
 • 16 વર્ષથી ભાવનગરમાં
 • 31 વર્ષથી સુરતમાં
 • 16 વર્ષથી રાજકોટમાં
 • 26 વર્ષથી જામનગરમાં

6 મહાનગરોમાં મતદાનના આખરી કલાકોમાં દર 36 સેકન્ડે એક વોટ પડ્યો!
રાજ્યની 6 મનપાના વોટિંગના છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી.

 • છેલ્લાં અઢી કલાકમાં સરેરાશ મતદાનમાં ચોંકાવનારો 21 ટકાનો વધારો થયો
 • 3:30 વાગ્યે ચૂંટણી પંચે પોતાના ડેશબોર્ડ પર 26.83 ટકા મતદાન દર્શાવ્યું
 • રાત્રે જાહેર થયેલાં આંકડામાં સરેરાશ મતદાન 48 ટકા આસપાસ દર્શાવાયું
 • દરેક પોલિંગ બૂથ પર સરેરાશ 1,200 મતદાતાની ગણતરી પ્રમાણે અઢી કલાકમાં 252 મત પડ્યાં
 • મતદાન મથકો ખાલી ભાસતાં હતાં, છતાં પાછલા સમયમાં દર કલાકે 100 મતો પડ્યાં હોય તેવાં આંકડા

મતદાનના ફાઈનલ ફિગર જાહેર કરવામાં કેમ સમય લાગી રહ્યો છે?
સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું હતું. આમ છતાં 9 વાગ્યા સુધી ચૂંટણીપંચ મતદાનના આંકડા જાહેર કરી શક્યું નથી. તેમાં પણ 5થી 6 વાગ્યા દરમિયાન કોરોનાના દર્દીઓએ મતદાન કર્યું હતું. જેથી સામાન્ય મતદારોએ તો 5 વાગ્યે જ મતદાન કરી દીધું હતું. આમ મતદાન પૂર્ણ થયાને 3-3 કલાક પસાર થઈ ગયા હોવાછતાં અમદાવાદ, વડોદરા અને સુરતના મતદાનના આંકડા આપવામાં આવ્યા નથી. દર કલાકે મતદાનની ટકાવારી જાહેર કરી શકાતી હોય તો મતદાન પૂર્ણ થયાને 4 કલાક વીતી ગયા હોવાછતાં ફાઈનલ ફિગર જાહેર કરવામાં કેમ સમય લાગી રહ્યો છે? એવો લોકોમાં તર્ક-વિતર્ક થઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, આ વખતે ગત ચૂંટણી કરતા મતદાન પણ ઓછું થયું હોવાછતાં EVMમાં પડેલા મતો કાઉન્ટ કરવા આટલો સમય કેમ લાગી રહ્યો છે?. સુરતના કલેક્ટરે તો ત્યાં
સુધી કહ્યું કે, મતદાનના આંકડા સાડા દશ વાગ્યે આવશે.

રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટમાં જાહેર થયેલી મતદાનની ટકાવારી
રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટમાં જાહેર થયેલી મતદાનની ટકાવારી

- રાજકોટ અને વડોદરામાં આપના કાર્યકરો સામ સામે આવતા મામલો ગરમાયો હતો. જ્યારે અમદાવાદના મેઘાણીનગરના ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા બોલચાલી થઈ હતી. મેઘાણીનગર પોલીસ અને એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો અને લોકોને દૂર કર્યા હતા. તેમજ ધારાસભ્ય બલરામ થાવાણી પણ દોડી ગયા હતા.

- રાજકોટ લક્ષ્મીનગર મેઈન રોડ પર કાર્યાલયમાં તોડફોડની ચર્ચા અંગે મામલો ઉગ્ર બનતા આપના કાર્યકરો પર હુમલો થયો હતો.

- અમદાવાદના પાલડી વોર્ડમાં મોબાઈલ ફોન પર વાત કરવા મામલે મતદાન કરવા આવેલા યુવકની મતદાન અધિકારી ઝઘડો થતા ભાઈ બહેન મતદાન કર્યા વિના પરત ગયા હતા.

- અમદાવાદના નરોડામાં હસપુરા ગામના બૂથમાં બબાલ થઈ હતી. બૂથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા. જેને લઈને સ્થાનિકે બબાલ કરી હતી. સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.

- અમદાવાદના નારણપુરામાં રહેતા જયેશ શાહે દિવ્યાંગ દીકરા મિતુલ શાહ સાથે મતદાન કર્યું હતું

વરરાજાઓનું મતદાન
સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઇ રહેલા વડોદરાના યુવાને મતદાનનો પોતાનો અધિકાર પૂરો કર્યો હતો. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની સાથે તેના માતા-પિતા, ભાઇ-ભાભી સહિત જાનમાં જનાર અન્ય કુટુંબીજનોએ પવિત્ર મતદાનના અધિકારને પૂરો કર્યો હતો. જ્યારે અમદાવાદના થલતેજમાં લગ્ન અગાઉ વરરાજા અને જાનૈયાઓ પણ મતદાન કર્યું છે. જ્યારે અસારવામાં પણ વરરાજાએ મતદાન કર્યું હતું.

- રાજકોટની કે.જી. ધોળકીયા સ્કૂલના મતદાનમથક પર રુમ નં. 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનું બટન બગડવાનું સામે આવતા ચૂંટણી અધિકારીને ફરીયાદ કરતા મતદાન અટકાવાયું.

- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે.

- રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષીય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

- અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે.

- સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. છેલ્લી એક કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું છે, ત્યારબાદ વડોદરા 4 ટકા, સુરત 4 ટકા, રાજકોટ 3 ટકા, જામનગર 3 ટકા મતદાન થયું છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું

શું છે અમદાવાદમાં મતદાનની સ્થિતિ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. લાઈનમાં ઉભુ રહેવું પડે છે. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન
75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન

શું છે રાજકોટમાં મતદાનની સ્થિતિ?
રાજકોટમાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોર મહાનગરપાલિકાની ચૂંટણીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શુભારંભ થઈ ગયો છે. વહેલી સવારથી જ રાજકોટવાસીઓએ મતદાન કરવાનું શરૂ કર્યું છે. સૌ પ્રથમ 75 વર્ષના વૃદ્ધે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે અને લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે. તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર 75 ખાતે મતદાન કર્યું છે.

જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું છે. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે મતદાન કર્યુ હતું, તેમણે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું, મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે મતદાન કર્યું હતું, મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મતદાન કર્યું.
ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મતદાન કર્યું.

શું છે સુરતમાં મતદાનની સ્થિતિ?
એશિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા સુરત શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બનાવા માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે.

વડોદરામાં મતદારો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા
વડોદરામાં મતદારો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા

શું છે વડોદરામાં મતદાનની સ્થિતિ?
વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે નિર્ધારીત સમયે સવારે 7 કલાકે શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. લોકો સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા હતા. આજે વડોદરામાં 14.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેટલાક સ્થળોએ મતદાન સ્પીલો ન મળતા મતદારો અટવાઈ ગયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં 8 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન
જામનગર મનપા ચૂંટણી માટે 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ કલાકમાં 3 ટકા મતદાન થયું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ પરિવાર સાથે મતદાન કર્યું છે. તેમણે વોર્ડ નં.5માં શિશુ વિહાર સ્કૂલમાં મતદાન કર્યું છે. જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

ભાવનગરમાં પ્રથમ બે કલાકમાં 8 ટકા મતદાન
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં ભાવનગરમાં 8 ટકા મતદાન થયું છે. ધીરે-ધીરે મતદારો મત આપવા મતદાન મથકે પહોંચી રહ્યાં છે. ભાવનગર શહેરમાં યુનિવર્સિટી પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે મતદાન મથક પર આજે 84 વર્ષના દાદા નટુભાઈ વોરાએ જન્મદિવસે મતદાન કરી જન્મદિવસની ઉજવણી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો