તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ મીટમાં રાજકારણી, કલાકારો, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ 25 ઓગસ્ટ: ભારતની આઝાદીના અમૃત વર્ષ 1947-2022ને દરેક દેશવાસી ઊજવવાની તૈયારી કરી રહ્યા છે, જેમ કે મનીષ મીડિયાએ પોતાના અભિનવ તેમજ ઉત્તમ 46 કોફી-ટેબલ પ્રકાશિત કરી દેશ-વિદેશમાં ભારતનું માન વધાર્યું છે, જેને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મનમોહન સિંહે પણ પ્રકાશિત કર્યા છે.

હવે મનીષ મીડિયા તેમજ PEN પ્રજાપતિ એન્ટ્રપ્રિનર નેટવર્કના સાથથી આગામી રામનવમી 2022ના રોજ ત્રણ દિવસનો (9,10 તેમજ 11 એપ્રિલ 2022) કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રજાપતિ, કુંભાર તેમજ કુમાવત જાતિના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પરથી રાજકીય, વહીવટી અધિકારી, કલાકાર, ઉદ્યોગપતિ, અપ્રવાસી તેમજ મહાનુભાવોનું ત્રણ દિવસ સંમેલન થશે. આ સંમેલનમાં સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય તેમજ આર્થિક મુદ્દા પર ચર્ચા-વિચારણા કરી પરસ્પર સંબંધોને સાંસ્કૃતિક, આર્થિક વિકાસ તેમજ રાજકીય ભાગીદારીથી વધારવા પર ચિંતન કરવામાં આવશે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આજે તારીખ 25 ઓગસ્ટ 2021એ પ્રજાપતિ સમાજની ગ્લોબલ મીટનું આયોજન હોટલ કોર્ટયાર્ડ મેરિયટમાં રાખવામાં આવ્યું છે.

પ્રજાપતિ સમાજની ગ્લોબલ મીટમાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવ પ્રજાપતિ, પાલનપુરના પૂર્વ MLA સોમાભાઈ પ્રજાપતિ, મુખ્ય કાર્યકારી 108 જસવંતભાઈ પ્રજાપતિ, સુરત મેટ્રોના જનરલ મેનેજર કાંતિભાઈ ઓજા, સુરત તેમજ વડોદરા પેન એક્ઝિક્યુટિવના સદસ્ય ઉપસ્થિત કર્યા હતા. દરેકે સમાજના વિકાસ તેમજ જૈલ્સ ઓફ પ્રજાપતિના આંતરરાષ્ટ્રીય સંમેલનને સફળ બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. પેનના અધ્યક્ષ રાજુલ પ્રજાપતિએ તમામને જોડાવવા તેમજ પ્રગતિના માર્ગને વિસ્તૃત કરવા વિનંતી કરી. મનીષ મીડિયાના અધ્યક્ષે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાપતિ સમાજના દિનેશ અનાવડિયાને સાંસદ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...