તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:રાજનેતા, પોલીસ વિશે ગંદી કોમેન્ટ કરનારો પકડાયો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી ટ્વિટર એકાઉન્ટમાં ભારતના નેતાઓ, પોલીસ, અનુસૂચિત જાતિ, મુસ્લિમ-છારા સમાજના લોકો અને નારીઓ વિશે ખરાબ ટિપ્પણીઓ પોસ્ટ કરનાર કુબેરનગરના પુરુષની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

શહેરના ઘોડાસરમાં રહેતા સામાજિક કાર્યકર છોટાભાઇ રામજીભાઇ રાઠોડના ધ્યાને આવ્યું હતું કે, તા.27 મે, 2012ના રોજ ચોકીદાર સંતોષ નિહલાની નામના ટ્વિટર એકાઉન્ટમાં ભારતના નેતાઓ, પોલીસ, અનુસૂચિત જાતિ, મુસ્લિમ-છારા સમાજના લોકો અને ભારતીય નારી વિશે ખરાબ ટિપ્પણીઓ કરાઇ છે. આ મામલે તેમણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ મામલાને ગંભીરતાથી લઈને શહેર સાયબર ક્રાઈમે ટેકનિકલ એનાલિસીસ કરી આરોપી સંતોષ શિવરામ નેહલાની (ઉં.41 રહે.કર્ણાવતી સુંદરવન રેસિડેન્સી, કુબેરનગર)ની ધરપકડ કરી આરોપી પાસેથી જેના પરથી તેણે સમાજમાં વિખવાદ અને લોકોની વિરુદ્ધ ભડકાવનારી પોસ્ટ કરી હતી તે મોબાઈલ કબજે કર્યો હતો.

ટ્વિટર, ફેસબુક પર પોસ્ટ મૂકી હતી
આ કામના આરોપી ચોકીદાર સંતોષ નામના ટ્વિટર હેન્ડલ તથા સંતોષ નિહલાની નામના ફેસબુક પ્રોફાઇલ પર ઓનલાઇન ઇન્ટરનેટ માધ્યમથી ઉપરોક્ત ટ્વિટર તથા ફેસબુક એકાઉન્ટમાં ભારતના નેતાઓ, પોલીસ, અનુસૂચિત જાતિ, મુસ્લિમ-છારા સમાજના લોકો અને ભારતીય નારી વિશે ખરાબ ટિપ્પણીઓ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...