ડોનેશન કૌભાંડ:રાજકીય પક્ષોને 4 હજાર કરોડનું બોગસ ડોનેશન મળ્યાનું પકડાયું

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈન્કમટેક્સના દરોડા સતત ચોથા દિવસે ચાલુ રહ્યા
  • રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોમાં તપાસ ચાલુ

બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડના સંદર્ભમાં આવકવેરા વિભાગે બુધવારે અમદાવાદમાં 96 જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી શનિવારે પણ યથાવત્ રહી હતી. દરોડા દરમિયાન નાના રાજકીય પક્ષો પાસેથી આયકર વિભાગને રૂ. 4 હજાર કરોડના ડોનેશન હિસાબો મળી આવ્યા હતા. કુલ 23 રાજકીય પક્ષોના સમગ્ર રાજયમાં 130 જગ્યાએ દરોડા યથાવત રહ્યા હતા. જ્યારે મુંબઇની એસવીપી અને જનતાવાદી કોંગ્રેસ પાર્ટીને ત્યાં દરોડા ચાલી રહ્યાં છે.

બુધવારે દેશમાં શરૂ થયેલા આયકર વિભાગના દરોડામાં રાજ્યમાં 130 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યારે શહેરમાં સૌથી વધારે 96 જગ્યા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આયકર વિભાગના 550 કરતા વધારે અધિકારીઓ અને એસઆરપીના 350 કરતા વધારે કર્મચારીઓને આ દરોડામાં સામેલ કરાયા છે. રાજકીય પક્ષો પાસેથી મળેલા દસ્તાવેજોમાંથી ડોનેશનના રૂ.4 હજાર કરોડના વ્યવહારો મળી આવ્યા છે.

આ દસ્તાવેજોના આધારે આયકર વિભાગ રોકડ અને ચેકથી કરેલા વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. રાજ્ય બહારના રાજકીય પક્ષોના મોટા પ્રમાણમાં શહેરમાં એજન્ટો હતા. આ એજન્ટોનું મુખ્ય કામ રાજકીય પક્ષો માટે દાન લઇને વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હતું. આવા એજન્ટોને શોધવા માટે આવકવેરા વિભાગે યુવાનોની બાઇક ટીમ બનાવી તેમની પાછળ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...