ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં 15 વર્ષથી વધુ જૂનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે. PM મોદી દિલ્હી ખાતેથી વીડિયો- કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને નવી સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી તથા એનાથી થતા ચાર ફાયદા ગણાવ્યા હતા.
કચરામાંથી કંચન બનાવતી સ્ક્રેપેજ પોલિસી
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નવી સ્ક્રેપેજ પોલિસી, વેસ્ટ ટુ વેલ્થ- કચરામાંથી કંચનના અભિયાનની સર્ક્યુલર ઈકોનોમીની એક મહત્ત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશનાં શહેરોમાં પ્રદૂષણ છું કરવા અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપથી વિકાસની આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક પ્રકારના લાભ થશે.
PM મોદીએ ગણાવેલા સ્ક્રેપેજ પોલિસીના ફાયદા
જૂનાં વાહનોને વૈજ્ઞાનિક તબક્કાથી હટાવાશે
PMએ કહ્યું હતું કે દેશમાં વાહનોની સંખ્યાના મોડર્નાઇઝેશનથી જૂનાં વાહનોને એક વૈજ્ઞાનિક તબક્કાથી રસ્તા પરથી હટાવવામાં આ પોલિસીની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આત્મનિર્ભર ભારતને ઝડપ આપવા માટે ભારતમાં ઈન્ડસ્ટ્રીને પ્રોડક્ટિવ અને ટકાઉ બનાવવા માટે સતત નિર્ણયો લેવાઈ રહ્યા છે. અમારો આ પૂરો પ્રયાસ છે કે ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ચેઈન માટે જેટલું સંભવ હોય, એટલું આપણે નિકાસ પર નિર્ભર રહેવું પડશે. ઇથેનોલ હોય, હાઇડ્રોજન ફ્યુલ અથવા પછી ઈલેક્ટ્રિક મોબિલિટી, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય ભાગીદારી ખૂબ જરૂરી છે.
ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ સ્થપાશે
આ પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂનાં વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’ હવે દેશભરમાં સ્ક્રેપેજ પોલિસી લાગુ થવા જઇ રહી છે.
એશિયાઈ દેશોનાં વાહનો સ્કેપિંગ માટે ગુજરાત આવશે
જૂનાં વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપેજ પોલિસીને જાપાન અને બેલ્જિયમમાં લાગુ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગારવાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.
નવી પોલિસીથી સરકારને શું ફાયદો?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.