તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જમીનના કેસમાંથી ખસી જવા પોલીસકર્મીની વકીલને ધમકી, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વકીલે પણ વરદી ઉતરાવી લેવાની ધમકી આપ્યાની ફરિયાદ

દહેગામની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં એક એડવોકેટ અને પોલીસ કર્મચારી સામસામે આવ્યા છે. વકીલે આ મામલે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મિત્રનો પક્ષ લઈ સમાધાન કરવા સક્રિય થયા છે. જોકે વકીલ અને પોલીસ કર્મચારી વચ્ચે ફોન પર બોલાચાલી થતાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

સોલામાં રહેતા વકીલ ભરત બ્રહ્મભટ્ટ (ઉં. 61)એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઈશ્વરભાઈ દેસાઈ અને બળદેવભાઈ દેસાઈ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તુષાર મનુભાઈ પટેલ અને મનુભાઈ પટેલે નરેશભાઈ અમીન પાસેથી દહેગામમાં એક જમીન વેચાણથી રાખી હતી. નરેશભાઈએ પૈસા લીધા પછી પણ તે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આથી તુષારભાઈએ આ બાબતે ભરતભાઈ મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાં સમાધાન માટે નરેશભાઈ વતી શાહીબાગ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઈશ્વર દેસાઈએ ભરતભાઈને ફોન કરી તેમને કેસમાંથી હટી જવા ધમકી આપી હતી.

4 જુલાઈએ ઈશ્વર દેસાઈ અને બળદેવ દેસાઈએ ભરતભાઈના ઘરે જઈ જમીનની મેટરમાંથી ખસી જવા ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે હાટકેશ ફિરદોશ પોલીસ લાઈનમાં રહેતા ઈશ્વર રબારીએ ભરત બ્રહ્મભટ્ટ વિરુદ્ધ મા‌ધુપુરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શાહીબાગ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. જ્યારે તેમના મિત્ર તુષાર પટેલ અને નરેશ અમીન વચ્ચે દહેગામની જમીન બાબતે વિવાદ ચાલતો હતો.આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી તુષારભાઈ મારફતે તેઓ ભરતભાઈના પરિચયમાં આવ્યા હતા, જે બાબતે ભરતભાઈએ6 જુલાઈએ ઈશ્વરભાઈને ફોન કરીને પટ્ટા-ટોપી ઉતરાવી લેવાની ધમકી આપી ઈશ્વરભાઈના સમાજને અને સમાજના લોકોને સંબોધીને અપશબ્દો બોલ્યાનો ઉલ્લેખ ઈશ્વર દેસાઈએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...