ડ્રગ્સ લેશો તો ખેર નથી, આ કીટ પકડી પાડશે:અમદાવાદમાં સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહિતના એરિયામાં પોલીસ આ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે, 9 મિનિટમાં રીઝલ્ટ!

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. જો કે, ત્યારબાદ બીજા શહેરોમાં આ પ્રયોગને દોહરાવી શકાયો નહોતો. હવે અમદાવાદમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને માદકદ્રવ્યોનું સેવન કરનારાને પકડી પાડવા રેપિડ ટેસ્ટ કીટ વડે મલ્ટિ-ડ્રગ મલ્ટિલાઈન ટવીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઈસનો ઉપયોગ કરાશે. અમદાવાદ ક્રાઈમના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહિતના અલગ-અલગ વિસ્તારોમાં રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટિંગ કરાશે.

કઈ રીતે થશે ડ્રગ કિટનો ઉપયોગ થશે?
સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડિક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈ તેને ડીવાઈસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ 9 મિનિટના સમયમાં તેનું રિઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઈસ એન્ટીબોડી સાથે સંયોજિત થઈ અને આગળ ગતિ નહીં કરી શકે, જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરી અને લાઇન સ્વરૂપે ડીવાઈસ પર દ્રશ્યમાન થશે.

અન્ય સમાચારો પણ છે...