તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ગુનો ઉકેલાયો:અમદાવાદમાં એક્ટિવા પર જતા વ્યક્તિને પોલીસે અટકાવ્યો અને કાર અને બે ટુ-વ્હીલરની ચોરીનો ભેદ ખૂલ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના વાહનો સાથે પકડાયેલ આરોપી - Divya Bhaskar
ચોરીના વાહનો સાથે પકડાયેલ આરોપી
  • આરોપીએ ચોરીના વાહનો મોટેરા સ્ટેડિયમ પાસેના ખુલ્લા મેદાનમાં મૂકી રાખ્યા હતા

શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીના એક્ટિવા અને ફોર વ્હીલર સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી રેલ્વે કોલોની ફૂટબોલ ગ્રાઉન્ડ સમુદાય ભવન પાસેથી અતિન ઝાલાને ચોરીના એક્ટિવા સાથે ઝડપી પાડયો હતો. બાદમાં આરોપીની પૂછપરછ કરતાં અન્ય એક એક્ટિવા અને ફોર વ્હીલર પણ થોડા દિવસ અગાઉ ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

વાહન ચોર સકંજામાં
શહેર ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સંજય ઘાસીરામ તથા કરણસિંહે બાતમીના આધારે સાબરમતી રેલવે કોલોના ફુટબોલ ગ્રાઉન્ડ સમુદાય ભવન પાસેથી નીકળતા અતિન ઉર્ફે અતુલ ઝાલાને ચોરીના એક્ટિવા સાથે જતા અટકાવ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરવા પર તેણે અન્ય એક એક્ટિવા તથા એક સ્પોર્ટ કારની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેને આરોપીની મોટેરા સ્ટેડિયમની પાસે આવેલ ખુલ્લા મેદાનમાં પાર્ક કરી રાખ્યા હતા.

આરોપીએ 3 વાહનો ચોરી કર્યા હતા
આથી પોલીસે આરોપીને લઈને પંચોની હાજરીમાં ચોરીના વાહનો કબ્જે કર્યા હતા. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રણેય વાહન ચોરી અંગે ગુના નોંધાયેલા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સીની કલમ 41(1)(ડી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.