તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અશેષ અગ્રવાલથી છેતરાયેલાં લોકોને પોલીસે શોધવાનું શરૂ કર્યું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર.
  • બોપલ અને સેટેલાઈટ પોલીસે સાથે મળીને તપાસ શરૂ કરી
  • મોબાઈલ-CDRમાંથી 15-20 રોકાણકારોના નંબર મળ્યાં

સેટેલાઈટમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ વિરુદ્ધ આશિષ પટેલે બોપલ પોલીસમાં અરજી આપતાં, બોપલ અને સેટેલાઈટ પોલીસે સાથે મળીને તપાસ આરંભી છે. જ્યારે અશેષ, તેની પત્ની અને ભાઈના CDRમાંથી પોલીસને ઘણાં લેણદારોના નંબર મળ્યા છે. જેમાં પોલીસે તેમની માહિતી એકત્ર કરીને અશેષ દ્વારા ભોગ બનેલાને શોધવાનું સામેથી શરૂ કર્યું છે.

બોપલ પોલીસ સ્ટેશનમાં અશેષ અગ્રવાલ વિરુધ્ધ છેતરપિંડીની અરજી આપનાર આશિષ પટેલને બોપલ પોલીસે બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે બોલાવ્યો હતો. પરંતુ મંગળવારે આશિષ પટેલ બોપલ પોલીસ સ્ટેશને ગયા ન હતા. જ્યારે બીજી બાજુ સેટેલાઈટ પોલીસે અશેષ, પત્ની દીપિકા અને ભાઈ અનુરાગના સીડીઆર ચેક કર્યા હતા.

જેમાં 15-20 લોકો એવા હતા કે તેમને અશેષ પાસેથી પૈસા લેવાના હતા. જેથી પોલીસે તે તમામ લોકોને જરૂરી પુરાવા સાથે બોલાવવાની તજવીજ આદરી છે. જ્યારે બીજી બાજુ આશિષ પટેલ સિવાય અન્ય 10-15 લોકોના પૈસા લઈને અશેષ ભાગ્યો હોવાની માહિતી બોપલ પોલીસને મળતાં બોપલ અને સેટેલાઈટ પોલીસે સાથે મળીને અશેષને શોધવા તેમજ અશેષ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલાને શોધવાની તજવીજ આદરી છે.

પૈસા ભર્યાની નકલી રસીદો અશેષ આપતો હતો
અશેષ પાસે પ્રોપર્ટીમાં રોકાણ કરનારા કેટલાકને અશેષે પૈસા ભર્યાની રસીદો, લેટર તો કેટલાકને ડાયરીમાં એન્ટ્રી કરી આપી હતી. જેમાંથી કેટલીક રસીદો અને લેટરો નકલી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

પૈસા આપ્યાના પુરાવા ન હોવાથી લોકો સામે આવતા નથી
પ્રોપર્ટીમાં પૈસા રોકનારા લોકોમાંથી ઘણાં એવા પણ છે કે તેમણે અશેષને રોકડ આપ્યા હતા, તે પૈસા ક્યાંથી આવ્યા તેના પુરાવા તેમની પાસે નથી.જેના કારણે કેટલાક ભોગ બનનારા લોકો પોલીસ પાસે જતાં ડરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...