ટ્રાફિક ડ્રાઈવ:અમદાવાદમાં 6થી 12 મે સુધી ફોર વ્હીલરની ડાર્ક ફિલ્મ અને મોડીફાઈડ સાયલેન્સર સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક ડ્રાઈવની ફાઈલ તસવીર - Divya Bhaskar
ટ્રાફિક ડ્રાઈવની ફાઈલ તસવીર
  • તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને ટ્રાફિક ડ્રાઈવની સૂચના આપવામાં આવી

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવેરનેસ માટે વિવિધ ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે 6થી 12 મે સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા વાહન ચાલકો તથા મોડીફાઈડ સાયલેન્સર લગાવેલી મોટર સાયકલ ચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.

ફોર વ્હીલરમાં કાચ પર ડાર્ક ફિલ્મ લગાવનાર અને ટુ વ્હીલરમાં મોદીફાઇડ સાયલેન્સર લગાવનાર વાહન ચાલકો વિરુદ્ધ આવતીકાલથી ડ્રાઈવ યોજી દંડવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામાં દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને આ અંગે સૂચના આપવામાં આવી છે. જેથી ટ્રાફિકના તમામ પોઇન્ટ પર આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે અને વાહન ચાલકોને દંડ તથા અન્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...