તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનનો પોલીસ પ્રજા પાસે કડક અમલ કરાવી રહી છે. રાજ્યો અને જિલ્લા વચ્ચેની સરહદો પર અનેક ચેકપોસ્ટ પાર કરી સાબરમતીના બે બુટલેગર ભાઈઓ ઇનોવા ગાડી ભરી અને વિદેશી દારૂ અમદાવાદમાં લાવવામાં સફળ થયા હતા. સાબરમતી નદીના પટમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની જાણ બહાર જ પીસીબીની ટીમે વોચ ગોઠવી હતી જો કે પોલીસને જોઈ કોટેશ્વર ગામ તરફ કારચાલક કાર લઇ ગયા હતા અને કાર ગામમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે 972 વિદેશી દારૂ અને ગાડી કબજે કરી હતી.
બાતમીના આધારે વોચ ગોઠવાઈ હતી
પીસીબીની ટીમને બાતમી મળી હતી કે સાબરમતી છારાનગરમાં રહેતા બુટલેગરભાઈઓ રતન અને રાહુલ છારાએ ઉદેપુરના ભરત ડાંગી પાસેથી દારૂનો જથ્થો મંગાવી અને સાબરમતી નદીના પટમાં છુપાવવાના છે જેના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની જાણ બહાર જ નદીના પટમાં વોચ ગોઠવી હતી. કાર આવતા પોલીસે રોકી હતી ત્યારે કારચાલકે કાર કાચા રસ્તાઓ પર થઈ કોટેશ્વર ગામ તરફ ભગાવી હતી. કારચાલક કાર મૂકી નાસી ગયો હતો. પોલીસે કારમાં જોતા 972 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રતન અને રાહુલ છારા, ભરત ડાંગી સહિતના લોકો સામે ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.