વિલાયતી દારૂનું ગોડાઉન ઝડપાયું:અમદાવાદના સોલામાંથી પોલીસે 21 લાખનો દારૂ અને બિયર ઝડપાયો, એક આરોપીની ધરપકડ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે. ત્યારે સોલા પોલીસની ટીમે સરદાર પટેલ રિંગ રોડ ઓગણજ પાસેના એક એસ્ટેટમાંથી 21 લાખ રૂપિયાનો વિલાયતી દારૂ અને બિયર ઝડપી લીધો છે. સ્થાનિક વિસ્તારમાં ધમધમતા દારૂ જુગારના અડ્ડાઓ ઉપર ત્રાટકવા માટે સિનિયર પોલીસ અધિકારીઓએ પોતાની ટીમને તૈયાર કરી દીધી છે. આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો અને તે કોને મોકલવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.

મોટા પ્રમાણમાં વિલાયતી દારૂ છુપાવ્યો
સોલા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગરોડ નજીક ઓગણજ ગામની સીમમાં આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિલાયતી દારૂ છુપાવ્યો છે. પોલીસની ટીમ તરત જ બતમીની જગ્યાએ સ્ટાફ સાથે શેડમાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા વિલાયતી દારૂનું આખું ગોડાઉન મળી આવ્યું હતું.

21 લાખ રૂપિયાનો વિલાયતી દારૂ અને બિયરના ટીન
વિલાયતી દારૂની 3548 બોટલ તેમજ બિયરના 1584 ટીમ મળી આવ્યા હતા. લગભગ 21 લાખ રૂપિયાનો વિલાયતી દારૂ અને બિયરના ટીન સોલા પોલીસે કબજે લીધા છે અને ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામનો યુવક ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાનું જાણી શકાયું છે. ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સ્થાનિક વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા તે કોને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સ્થાનિક રહેવાસી ગમે ત્યારે સોલા પોલીસનો સંપર્ક કરીને માહિતી આપી શકે છે તેમ પણ ઇસ્પેક્ટરએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...