દારૂ ઝડપાયો:અમદાવાદના સેટેલાઈટમાં PGની આડમાં ચાલતા દારૂના વેચાણનો ભાંડો ફૂટ્યો, પોલીસે દારૂની 71 બોટલો જપ્ત કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની તસવીર - Divya Bhaskar
દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની તસવીર
  • નિકોલનો વ્યક્તિ સેટેલાઇટમાં દારૂ આપી ગયો અને ત્યાં તેનું રિટેઇલમાં વેચાણ કરાતું

શહેરમાં ઘણી જગ્યાએ દારૂ મળતો હોવાનું અવર નવાર સામે આવે છે. જેમાં બૂટલેગર પોલીસથી બચવા અવનવા ગતકડાં કરતો હોય છે. આ વખતે પીજીની આડમાં ચાલતા દારૂના વેચાણનો સેટેલાઇટ પોલીસે ભાંડો ફોડી નાખ્યો છે. જેમાં પોલીસે એક આરોપી અને દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મોકા કેફે પાસે અરુણ પ્રકાશ સોસાયટીમાં એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અશોક પ્રજાપતિ અને તેમના સ્ટાફને થઈ હતી. આ બાતમીના આધાર ડી સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા. પોલીસને બાતમી હતી કે અહિયાં PGની આડમાં યોગેશ ગોસ્વામી દારૂ વેચે છે.

પોલીસે રેડ કરતા ઘરમાં અલગ અલગ બ્રાન્ડની 71 બોટલ દારૂની મળી આવી હતી. પોશ વિસ્તારમાં ઘરમાંથી આટલો દારૂ પકડાતા હવે આ દારૂના વેચાણ અંગે તપાસ હાથ ધરવમાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ દારૂ નિકોલનો એક વ્યક્તિ આપી ગયો હતો. જેથી દારુના કનેકશન વિશે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનન પીઆઈ ડી.બી મહેતાએ જણાવ્યું કે, આરોપી પાસે દારૂ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે વોન્ટેડ આરોપીને પકડવા માટે સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...