આવી ભૂલ ન કરતા:અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચનાર સાથે ખરીદનાર પણ પકડાયો, પોલીસે 60 ટેલર જપ્ત કર્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાઈનીઝ દોરી સાથે પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
ચાઈનીઝ દોરી સાથે પકડાયેલા આરોપીઓ
  • કલોલની શખ્સ સરખેજમાં 60 ટેલર લઈને વેચવા માટે આવ્યો હતો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાઈનીઝ દોરી વેચવા આવતા કલોલના શખ્સ અને ખરીદનારને પોલીસે ઝડપી લીધો છે. ચાઈનીઝ દોરીના કારણે અનેક માસૂમ પક્ષીઓ જીવ ગુમાવે છે જ્યારે ચાઈનીઝ દોરીના કારણે માસૂમ લોકો પણ ભોગ બને છે. જેના કારણે ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવેલો છે. જે અંગે સમગ્ર શહેરમાં પ્રતિબંધિત દોરી ખરીદનાર અને વેચનાર પર કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.

સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ઢાળ ચાર રસ્તા પાસે કલોલથી પ્રતિબંધિત ચાઇના દોરીના ટેલરો વેચવા એક શખ્સ આવ્યો છે. આરોપી મુશરફ સિકંદરભાઇ મલેક તથા પ્રતિબંધિત ચાઇના દોરીના ટેલરો ખરીદનાર તાહીરહુસેન શેખને રૂ.6000ની કિંમતના 60 ચાઈનીઝ દોરીના ટેલર સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને પાસેથી પ્રતિબંધિત દોરી, વાહન તથા ફોન સહિત કુલ 44,000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેટર્નનાં ઉત્પાદન, વેચાણ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરીનાં ઉત્પાદન અને વેચાણ પર, પતંગ ઉડાડવામાં એનો ઉપયોગ કરવા, સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય એવી દોરી, ચાઈનીઝ માંઝાનાં ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હીના હુકમ અન્વયે પતંગ ચગાવવાના, અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...