તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઈટ કર્ફ્યૂનું ઉલ્લંઘન:અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ વચ્ચે મોડી રાત્રે કાફે ખુલ્લું રાખીને બેઠેલા 10 લોકો સામે પોલીસે કેસ નોંધ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વસ્ત્રાપુરમાં નાઈટ કર્ફ્યૂની વચ્ચે 10 લોકો રાત્રે 12 વાગ્યા પછી પણ કાફે ખુલ્લુ રાખીને બેઠા હતા

કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરાયું છે. જોકે અમુક લોકો કોરોનાથી શહેરની સ્થિતિ આટલી ખરાબ થવા છતાં નિયમોનું કડકાઈથી પાલન નથી કરી રહ્યા. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 8 વાગ્યા બાદ પણ કાફે ખુલ્લું રાખવા પર 10 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

નાઈટ કર્ફ્યૂનું ઉલ્લંઘન
ઘટનાની વિગતો મુજબ, વસ્ત્રાપુરમાં કર્ફ્યૂનું પાલન કરાવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા કોન્સ્ટેબલ દિલીપ ડાહ્યાભાઈએ જોયું કે રાત્રે 12.20 કલાકે પંજાબ હોન્ડા શો રૂમની પાસે કેટલાક લોકો ટોળે વળીને ઊભા છે. ત્યાં જઈને જોતા મારૂતિ કોમ્પલેક્ષમાં આવેલું જાગિર કાફે ખુલ્લું છે, તથા કેટલાક યુવાઓ હજુ પણ ત્યાં છે.

પોલીસે 10 લોકો સામે નાઈટ કર્ફ્યૂના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો
પોલીસે 10 લોકો સામે નાઈટ કર્ફ્યૂના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો

વસ્ત્રાપુરમાં રાત્રે 12.20 કાફે ખુલ્લુ હતું
પોલીસ દ્વારા જ્યારે કાફેના કાઉન્ટર પર બેઠેલા બે વ્યક્તિની મોડી રાત સુધી કાફે ખુલ્લું રાખવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, કાફેના માલિક ગોકુળભાઈ બહાર ગયા છે અને અમને કાફે સંભાળવા માટે કહ્યું છે. જોકે તે લોકો પાસેથી રાત્રિ કર્ફ્યૂમાં બહાર નીકળવા માટેની પરમીટ માગવામાં આવતા તેમની પાસે પરમીટ નહોતી.

પોલીસે 10 લોકો સામે ગુનો નોંધ્યો
એવામાં હાલની મહામારીમાં પણ રાત્રિ કર્ફ્યૂનો તથા 144ની કલમ લાગુ હોવા છતાં કાફે ખુલ્લુ રાખીને ભેગા થઈને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસ દ્વારા આ તમામ 10 ઈસમો વિરુદ્ધ ઈ.પી.કોની કલમ 188 તથા ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 51(બી) હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.