તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી અને મેચ માટે પોલીસ તૈયાર:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને લઈ પોલીસ તૈયાર, 5 હજારથી વધુ પોલીસકર્મીનો સુરક્ષા બંદોબસ્ત

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 21 ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે
  • 24 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધીમાં બે ટેસ્ટ અને 5 ટી-20 રમાશે

રાજ્યમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે, ત્યારે અમદાવાદ પોલીસે પણ ચૂંટણી દરમિયાન સુરક્ષાને લઈ તૈયારીઓ કરી દીધી છે. ચૂંટણી અને મતગણતરીના દિવસે અધિકારીઓ સહિત 5 હજાર જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

ચૂંટણીને લઈને બંદોબસ્તમાં પોલીસ
12 DCP, 40 DYSP, 70 PI, 200 PSI અને 4600 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, 5200 જેટલા હોમગાર્ડ જવાનો પોલીસ બંદોબસ્તમાં રહેશે. પોલીસ કમિશનર અને બે જેસીપીનું સુપરવિઝન રહેશે. અમદાવાદમાં 400 જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 97 જેટલી સેક્ટર મોબાઈલ વાન સતત પેટ્રોલિંગમાં રહેશે. 48 જેટલી QRT પણ તહેનાત કરવામા આવશે.

મેચને લઈને પોલીસ બંદોબસ્ત
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ અને માર્ચ મહિનામાં યોજાનારી પાંચ જેટલી T 20 મેચ દરમિયાન સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. DCP ઝોન 2 વિજય પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 12 DCP, 30 ACP, 85 PI, 249 PSI, 4393 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસકર્મીઓ બંદોબસ્તના રહેશે.

એપ્લિકેશનથી પાર્કિંગ બુક કરાવી શકાશે
અમદા પાર્કિંગ નામની એપ્લિકેશનથી પાર્કિંગ બુક કરવવાનું રહેશે. પોતાનું વાહન બહારની સાઈડમાં જ પાર્ક કરવું પડશે. સ્ટેડિયમની નજીકમાં 27 જેટલા પાર્કિંગ પ્લોટ ફાળવવામાં છે. મોબાઈલ અને પાકીટ જ સ્ટેડિયમમાં લઇ જવા દેવામાં આવશે. ગેટ નંબર 1 અને 2માંથી જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર અને રેમ્પ પાસે પણ બે વાર ફેસ સ્કેન કરી અને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

મેચ દરમિયાન સાબરમતી-મોટેરા વચ્ચે રસ્તો બંધ
ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે 24થી 28 ફેબ્રુઆરી, 4 માર્ચથી 8 માર્ચ, 12 માર્ચ, 14 માર્ચ, 16 માર્ચ, 18 માર્ચ અને 20 માર્ચના દિવસે સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ અને સ્ટેડિયમથી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે. વિસત ગાંધીનગર હાઇવે થઈ વાહનોની અવરજવર થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો