કાર્યવાહી:દરિયાપુરમાં બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 9 ઈસમોની ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ 38 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

શહેરના દરિયાપુર વિસ્તારમાં પોલીસે એક બંધ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા કેટલાક ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામની સાથે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને બાતમી મળી હતી કે, દરિયાપુરના માતાવાળી પોળમાં એક બંધ પડેલા મકાનમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. પોલીસની ટીમે વોચ ગોઠવીને અચાનક મકાનમાં દરોડો પાડ્યો હતો .જેમા 9 ઈસમો તેમજ તેમની પાસેથી 9 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના ટોકન તેમજ 18 હજાર જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. તમામને દરિયાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...